બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 PM, 21 June 2025
દુનિયામાં જુગાડુ લોકોની કોઈ કમી નથી. આખી દુનિયા જુગાડ પર ચાલી રહી છે. તેમાં પણ ભારતના લોકો સામે જુગાડમાં કોઈ ટકી શકે તેમ નથી. આવામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો જુગાડની દુનિયાનું એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં પાવ ભાજી વાળાએ તવો ન હોવાથી DTH ડીશની છત્રીને જ તવો બનાવી તેના પર પાંવભાજી બનાવવાનો જુગાડ કર્યો છે. . આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યૂઝર્સનું એવું કહેવું છે કે DTHનો સાચો ઉપયોગ તો આજે થયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કળિયુગમાં સંબંધો લજવાયા! પતિ-દીકરીને એકલા છોડી કાકી ભત્રીજાને લઈ ફરાર
તવાની જગ્યાએ DTH છત્રી પર બનાવી પાંવ-ભાજી
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક સ્ટ્રીટ વેન્ડર પરંપરાગત તવા પર પાવ ભાજી બનાવવાને બદલે DTHની છત્રી પર પાવ ભાજી બનાવી રહ્યો છે. જેણે પણ આ જુગાડ જોયો તેઓ અચંબામાં પડી ગયા. જે કોઈએ પણ આ વ્યક્તિનો જુગાડ જોયો તેના મોઢેથી એટલું જ નીકળ્યું કે, "ભાઈ ગજબનો ટોપીબાજ છે". વીડિયોમાં જયારે વ્યક્તિ ભાજી ને પલટે છે ત્યારે તે DTH લખેલું સાફ દેખાય છે. તમે પણ આ વીડિયોને જોઈને એકવાર માટે આશ્ચર્યચકિત રહી જશો. DTH પર પાવ ભાજી બનાવ્યા પછી તે શાનદાર રીતે પરોસી રહ્યો છે.
वायरल देसी वीडियो: नहीं मिला तवा तो DTH डिश की छतरी पर बनाई पाव भाजी, देसी जुगाड़ ने उड़ा दिए सबके होश !!#HindiNews #DesiVideo #ViralVideos #Trending #DTH #PavBhaji #DesiJugaad pic.twitter.com/jt2isb34iM
— Sunil Singh (@raghukulwale) September 22, 2024
ADVERTISEMENT
"આ ખાઈ નાખ્યું તો લાઇફ ઝીંગાલાલા"
ADVERTISEMENT
આ વીડિયોને kushka.hakla નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 7.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લાખો લોકો આ વીડિયોને લાઈક કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા યૂઝર્સ વીડિયોને લઈને મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું: "ભાઈએ ડિશને સીરિયસલી લઇ લીધી છે." એક અન્ય યૂઝરે લખ્યું: "આ પાંવ ભાજી નહીં, DTH ભાજી છે." તો બીજા યૂઝરે લખ્યું: "આ ખાઈ નાખ્યું તો લાઇફ ઝીંગાલાલા."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.