બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 07:03 PM, 9 May 2022
ADVERTISEMENT
સોમવારના દિવસે શહનાઝ ગિલનો વીડિયો આખો દિવસ ખૂબ છવાયેલો રહ્યો. શહેનાઝે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢ્યો અને સિદ્ધાર્થ શુક્લા જ્યાં જતો હતો ત્યાં વિતાવ્યો. બ્રહ્માકુમારીના સ્પેશિયલ ઈવેન્ટમાં પહોંચેલી શહેનાઝ ગિલના ઘણા વીડિયો સામે આવ્યા છે.ક્યારેક તે બધાને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી તો ક્યારેક મોર બનીને ડાન્સ કરતી જોવા મળી હતી.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો
શહેનાઝ ગિલનો આવો જ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં શહેનાઝ ગિલ સાથે એક મોર પણ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ત્યાંજ શહેનાઝ મોરને તેની પાંખો ફેલાવીને નાચતા જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેણે પોતે પણ દુપટ્ટો લહેરાવીને નાચવાનું શરૂ કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે સાથે જ લોકો તેને ઘણો પસંદ કરી રહ્યા છે.
આ પહેલા સોશિયલ મીડિયા પર એક અન્ય વીડિયો વાયરલ થયો હતો જેમાં શહનાઝ મોરને હાથ પર રાખીને અનાજ ખવડાવતી જોવા મળી હતી. જો કે આ દરમિયાન તે ખૂબ જ ડરેલી હતી. પરંતુ તેણે આ ખાસ ક્ષણને પણ ખૂબ એન્જોય કરી હતી.
આ ઈવેન્ટમાં પહોંચેલી શહેનાઝ ત્યારે ઈમોશનલ થઈ જ્યારે તેણે પ્રેમ અને લગાવ વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે પ્રેમ હોય તો રડો નહીં. અટેચમેન્ટ જ છે જે વ્યક્તિને રડાવે છે. આટલું કહેતાં જ શહનાઝ ઈમોશનલ થઈ ગઈ. પણ દર વખતની જેમ શહનાઝે હિંમત બતાવી અને તેની આંખોમાં આવતાં આંસુઓને રોક્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.