બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:01 PM, 19 June 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. યુદ્ધ 13 જૂને શરૂ થયું હતું અને પરિસ્થિતિ હજુ પણ ખરાબ છે. આ દરમિયાન, ઈરાનનો એક જાહેરાત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ પહેલા 1979નો છે.
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલો વીડિયો અજમૈશ હોમ એપ્લાયન્સિસ નામની કંપનીનો છે. જાહેરાતમાં એક મોડેલ ફ્રિજ, ટીવી જેવી વસ્તુઓનું પ્રમોશન કરતી જોવા મળે છે. વીડિયોમાં મહિલા વેસ્ટન ક્લોથીંગ પહેરેલી જોવા મળે છે. જોકે, 1979માં જ્યારે દેશમાં ઇસ્લામિક શાસન શરૂ થયું ત્યારે ઘણા ફેરફારો આવ્યા. ઇસ્લામિક ક્રાંતિ પહેલા, ઈરાનમાં લોકો પોતાની ઇચ્છા મુજબ મુક્તપણે કામ કરી શકતા હતા, પરંતુ ઇસ્લામિક ક્રાંતિ પછી ઘણું બદલાઈ ગયું.
ADVERTISEMENT
ઇસ્લામિક ક્રાંતિ પછી દેશમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ
ADVERTISEMENT
મહિલાઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો અને હિજાબ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. 1979 પહેલા, ઈરાનમાં મોહમ્મદ રેઝા શાહ પહલવીનું શાસન હતું, પરંતુ ઇસ્લામિક ક્રાંતિ પછી, દેશમાં રાજાશાહીનો અંત આવ્યો અને ઇસ્લામિક શાસન શરૂ થયું. આયાતુલ્લાહ ખામેનીએ ઇસ્લામિક શાસન શરૂ કર્યું, ત્યારબાદ દેશમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. વાયરલ જાહેરાતમાં, મોડેલ સ્કર્ટમાં જોવા મળે છે. પહેલા મહિલાઓ ત્યાં પશ્ચિમી ડ્રેસ પહેરી શકતી હતી, ક્લબમાં જઈ શકતી હતી, પરંતુ ઇસ્લામિક ક્રાંતિ પછી બધું બદલાઈ ગયું.
વધુ વાંચો; ફ્લાઈટની ટિકિટ બુક કરાવતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું? જાણો તમારા કામની વાત
ADVERTISEMENT
70ના દાયકાની આ ટીવી જાહેરાત ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હવે જ્યારે આ જાહેરાત ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન વાયરલ થઈ, ત્યારે ફરી એકવાર ઈસ્લામિક ક્રાંતિ પહેલાના યુગની ચર્ચા થવા લાગી અને લોકોએ લખવાનું શરૂ કર્યું કે તે પહેલાનો દેશ કેવો હતો, લોકો મુક્તપણે રહેતા હતા અને પોતાની મરજી મુજબ કામ કરતા હતા. બંને દેશો વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.