બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વીડિયોઝ / Olympics 2024 / Video: ભારતે અંગ્રેજોને હરાવતા દિગ્ગજ કોમેન્ટેટરની આંખો છલકાઇ
Last Updated: 09:16 PM, 4 August 2024
Indian Hockey Team Paris Olympics 2024: ભારતીય પુરૂષ હોકી ટીમે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવીને ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
ADVERTISEMENT
ભારતીય પુરૂષ હોકી ટીમે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવીને ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીત અપાવી છે. ભારત મેચ જીતતાની સાથે જ દેશમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. રમતના ચાહકો નાચવા લાગ્યા અને કોમેન્ટેટર પણ ખુશીથી જુમી ઉઠ્યા હતા.
best commentator ever love you Sunil taneja paaji.🔥#Hockey pic.twitter.com/OjgsGjVewI
— Dhruv Tripathi (@Dhruv_tr108) August 4, 2024
ADVERTISEMENT
કમેંટેટરની આંખો છલકાઇ
ભારતમાં ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણકર્તા Jio સિનેમા માટે કોમેન્ટ્રી કરી રહેલા સુનિલ તનેજા ભાવુક થઈ ગયા હતા. ભારતીય હોકી ટીમ જીતતાની સાથે જ તે ભાવુક થઈ ગયો હતો.
BHARAT SEMI-FINAL JAA RHAA HAI !!🔥
— Priyanshu Kumar (@priyanshusports) August 4, 2024
BHAAARAAT SEMI FINAL JAA RHAA HAI🥺
BHARAAAAT SEMI FINAL JAA RHAA HAI
Commentator Sunil Taneja broke down after India qualified for the semis.
He is all of us right now🥺#Hockey #Paris2024 #INDvsGBR #Sreejesh #HarmanpreetSingh #RedCard pic.twitter.com/yfzwa4XeV2
કોમેન્ટ્રી કરતી વખતે તેની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. લોકોને સુનીલ તનેજાની કોમેન્ટ્રી ખૂબ પસંદ છે. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન તેમનો અવાજ હિન્દી કોમેન્ટ્રીનો જીવ છે. તે લોકોને સરળ ભાષામાં રમત સમજાવે છે.
Aage bhi jeetenge Prabhu
— 𝐒𝐮𝐧𝐢𝐥 𝐓𝐚𝐧𝐞𝐣𝐚 🇮🇳 (@iSunilTaneja) August 4, 2024
🇮🇳🇮🇳🏑🏑#INDvsGBR #Hockey https://t.co/N4gYNVJjuM
પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો વિજય
મેચની વાત કરીએ તો ભારતીય ખેલાડી અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું, જે બાદ ટીમને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. નિર્ધારિત સમયમાં મેચ 1-1 થી બરોબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ગોલકીપર પીઆર શ્રીજેશે પોતાના અનુભવનો ભરપૂર ઉપયોગ કરીને બ્રિટનના બે શોટ બચાવ્યા અને ટીમને જીત તરફ દોરી ગઈ.
વધું વાંચોઃ ક્વાર્ટર ફાઇનલમાં અમિત રોહદાસને રેડ કાર્ડ, 11ના બદલે 10 ખેલાડીઓ સાથે ભારતીય હોકી ટીમ મેદાને
શ્રીજેશની છેલ્લી ઓલિમ્પિક
36 વર્ષીય શ્રીજેશ માટે આ છેલ્લી ઓલિમ્પિક છે. પોતાના અનુભવથી તેણે પેનલ્ટી શૂટઆઉટમાં ટીમને જીત અપાવી હતી. હવે સેમીફાઈનલમાં ભારતનો સામનો જર્મની સામે થઈ શકે છે. જર્મની અને આર્જેન્ટિના વચ્ચેની ક્વાર્ટર ફાઈનલનું પરિણામ નક્કી કરશે કે ભારતનો આગામી હરીફ કોણ હશે. બ્રિટન સામેની આ જીત દેશ માટે ગર્વની ક્ષણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.