બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / બોલિવૂડ / VIDEO: 'તમે જે ટોયલેટ બનાવ્યું તે ખરાબ થઈ ગયું...' વોટ આપવા પહોંચેલા અક્ષર કુમારને વૃદ્ધે તતડાવ્યો
Last Updated: 02:30 PM, 20 November 2024
Akshay Kumar: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર વહેલી સવારે વોટિંગ સેન્ટર પર પહોંચી અને વોટ આપ્યો હતો. અક્ષય સવારે વહેલા જાગવા માટે જાણીતા છે, તેથી તે મતદાન કેન્દ્ર પર સૌથી પહેલા જોવા મળ્યો હતો. આ દરમિયાન અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તેને ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી ઘણા બોલિવૂડ સેલેબ્સ પોતાનો વોટ આપી ચૂક્યા છે. અક્ષય કુમાર વહેલી સવારે વોટિંગ સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનો વોટ આપ્યો હતો. તે સવારે વહેલા ઉઠી જાય છે, જેને લઇ બુથ પર તેઓ પ્રથમ જોવામાં આવ્યા હતા. અક્ષય કુમાર જુહુ વોટિંગ સેન્ટર પર ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો. હવે વોટિંગ પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં અક્ષય કુમાર પોતાનો વોટ આપ્યા બાદ વોટિંગ સેન્ટરની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ પાછળથી બુમ પાડી તેને રોકે છે. અને જાહેર શૌચાલયની ફરિયાદ કરવા લાગે છે. આ વીડિયો પર લોકો ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જો કે વૃદ્ધે શા માટે અક્ષય કુમારને જાહેર શૌચાલયની ફરિયાદ કરી?
#WATCH | Mumbai: Actor Akshay Kumar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024
— ANI (@ANI) November 20, 2024
He says "The arrangements here are very good as I can see that arrangements for senior citizens are very good and cleanliness has been maintained. I want… pic.twitter.com/QXpmDuBKJ7
વૃદ્ધ વ્યક્તિએ અક્ષય કુમારને ફરિયાદ કરી
આ વીડિયોને ઈન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ અક્ષય કુમારને રોકે છે અને કહે છે - સર, તમે બનાવેલું હતું તે ટોયલેટ બગડી ગયું છે. હું તેને ત્રણ-ચાર વર્ષથી સંભાળી રહ્યો છું. તેના પર અક્ષય કુમારે કહ્યું- ચાલો બીએમસીના લોકો સાથે વાત કરીએ. જો કે વૃદ્ધ વ્યક્તિ તેમને વારંવાર કહેતા જોવા મળ્યા હતા કે તમે જે ડબ્બા લગાવ્યા છે તે લોખંડના છે, તેથી તેના માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે. તમે મને ડબ્બા આપો હું લગાવી દઈશ.
ફરિયાદ સાંભળ્યા બાદ અક્ષય કુમારે કહ્યું- મેં ડબ્બા આપી દીધા છે. હવે અમારે બીએમસી સાથે વાત કરવી પડશે. જોઇએ તો અક્ષય કુમારે મુંબઈના જુહુ બીચ પર પબ્લિક બાયો-ટોઈલેટ બનાવ્યા છે, જે હાલ ખરાબ હાલતમાં છે. અભિનેતાએ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની મદદથી આને બનાવ્યા હતા. આને લઇને વૃદ્ધએ ફરિયાદ કરી છે.
આ પણ વાંચોઃ પત્નીની સાથે તલાક પર એઆર રહેમાનની ભાવુક પોસ્ટ, કહ્યું ઉપરવાળો પણ તૂટેલા દિલના ભારથી કંપી ઉઠે છે
લોકોની પ્રતિક્રિયાઓ વાયરલ થઈ
અક્ષય કુમારના આ વીડિયો પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. પ્રથમ યુઝરે લખ્યું છે કે જ્યારે ટોયલેટ 2 ફિલ્મ આવશે, તેના પછી જ આ ઠીક થઇ શકશે. જ્યારે બીજાએ લખ્યુ- આજે અક્ષય કુમારને પકડી લીધો. તો એક યુઝર પૂછે છે - યાર, આવી ફરિયાદ કોણ કરે છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.