બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વીડિયોઝ / જ્યાં ભલભલાનો પરસેવો છૂટી જાય, એવાં વનરાજાની પીઠ પર એક પિતાએ બાળકને જુઓ કેવી રીતે બેસાડી દીધું
Last Updated: 03:35 PM, 10 September 2024
સોશિયલ મીડિયામાં હાલમાં જે રિલ્સનો રાફડો ફાટ્યો છે તેવામાં દરરોજ કોઇ ને કોઈ વીડિયો વાયરલ થઈ જતો હોય છે. આ વાયરલ વીડિયોમાં ભારત બહારના વીડિયો પણ સામેલ હોય છે. આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામમાં વાયરલ થયો છે. જેને જોઈને યુઝર્સને ગુસ્સો આવી રહ્યો છે. જેમાં એક શખ્સે ફોટો પડાવવા પોતાના જ બાળકોનો જીવ જોખમમાં મૂક્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : શું તમે પણ રાત્રે બ્રશ કર્યા વિના જ સૂઇ જાઓ છો? તો ચેતી જજો, હેલ્થને થઇ શકે છે સાઇડ ઇફેક્ટ્સ
વાયરલ વીડિયો મુજબ એક સિંહ પાંજરામાં બેસ્યો હોય છે ત્યારે એક શખ્સે પોતાના બાળકોને જબરદસ્તી રીતે સિંહની પીઠ પર બેસાડ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળક સિંહથી ખૂબ જ ડરી રહ્યું છે, તે રડી રહ્યું છે છતાં તે શખ્સ તેમને પકડીને સિંહ પર બેસાડી રહ્યો છે.
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહને ડ્રગનો ડોઝ આપવામાં આવ્યો હોવાથી તે હોશમાં હોવા છતાં રિએક્ટ નથી કરી શકતો. કૉમેન્ટમાં પણ અનેક લોકો દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે, સિંહને ડ્રગ આપ્યું હોવાથી બાળકો બચી ગયા છે. નહીં તો તેમનો જીવ પણ જઈ શક્યો હોત. આ વીડિયો પર નેટિઝન તે શખ્સ ભડક્યા હતા.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @rooz___911 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયો છે. જેને 208K લાઈક મળી છે, 10 હજાર જેટલી કૉમેન્ટ આવી છે. લોકો કૉમેન્ટ કરી રહ્યા છે કે, જો આ સિંહ ડ્રગના નશામાં ન હોત તો બાળકો શિકાર બની ગયા હોત. એક યૂઝરે લખ્યું હતું કે આ પિતા પાસેથી બાળકો છીનવી લેવા જોઈએ. તો અન્ય એકે લખ્યું હતું કે, આ સિંહ પિતાને જ શિકાર બનાવી લે તો સારું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.