બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: 'The show is over, but I was tortured so much that...', Anurag Doval exposed to Bigg Boss
Megha
Last Updated: 02:23 PM, 6 January 2024
ADVERTISEMENT
અનુરાગ ડોભાલ બિગ બોસ 17-બિગ બોસ 17માંથી બહાર થયા પછી, 'બાબુ ભૈયા' અનુરાગ ડોભાલ બુધવારે પોતાના ઘરે પરત ફર્યા હતા. દેહરાદૂન એરપોર્ટ પર ચાહકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેણે પોતાના માતા-પિતાને ગળે લગાવ્યા અને એરપોર્ટ પર ખૂબ રડ્યા. આ પછી તે પોતાના ઘર અથુરવાલા જવા રવાના થયો. તેણે કહ્યું છે કે એલિમિનેટ થયા તેનું એમને ઘણું દુઃખ છે કારણ કે તેને એક્સટર્નલ વોટિંગ દ્વારા નહીં પરંતુ બિગ બોસના ઈન્ટરનલ વોટિંગ દ્વારા બહાર થયા છે.
💔
— Khabri 👂 (@real_khabri_1) January 5, 2024
SPEECHLESS#AnuragDobhal #BiggBoss17 pic.twitter.com/0GMp7fhYOK
ADVERTISEMENT
આ વિશે વાત કરતાં એમને આગળ કહ્યું કે, 'મને ખૂબ સારું લાગે છે કે ઉત્તરાખંડના લોકોએ મને આટલો સાથ આપ્યો. તેણે કહ્યું કે હું ભલે બિગ બોસમાંથી બહાર થઈ ગયો હોઉં, પરંતુ હું જાણું છું કે હું હંમેશા લોકોના દિલમાં રહીશ.' બિગ બોસ વિશે વાત કરતાં તેણે કહ્યું કે મધ્યમ વર્ગના યુવાનોએ બિગ બોસ વિશે વિચારવું પણ ન જોઈએ. કારણ કે ત્યાં ગયા પછી તમને ખબર પડે છે કે ત્યાં અયોગ્ય વર્તન થઈ રહ્યું છે.'
બિગ બોસ 17માંથી બહાર થયેલા અનુરાગ ડોભાલે શોના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે શોમાં તેની ઈમેજ ખરાબ કરવાની અને તેને ખોટી રીતે હાંકી કાઢવાની વાત કરી છે. હવે અનુરાગે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અનુરાગ ડોભાલે કહ્યું કે, 'બિગ બોસ 17ના ઘરમાં નિર્માતાઓએ ખૂબ ત્રાસ આપ્યો. તેનું ઘણી વખત અપમાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ બધું ટીવી પર બતાવવામાં આવ્યું ન હતું. અનુરાગે એમ પણ કહ્યું કે તે ઘરની દરેક પ્રવૃત્તિમાં ભાગ લે છે, મુદ્દાઓ પર ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો હતો એ પણ બતાવવામાં આવ્યું નહતું.'
Anurag Dhobal revealed how the makers were mentally harassing him
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) January 2, 2024
He says, "Mujhe Walk of Shame karwaya tha, aur pure gharwale shame-shame chilla rahe the. Jo ki bahar telecast nahi karwaya,"pic.twitter.com/k2PGsXn9SJ
અનુરાગ ડોભાલે એક વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે 'શોમાં મારી સાથે વૉક ઑફ શેમ થયું. મારા માટે એક આખી પ્રવૃત્તિ બનાવવામાં આવી હતી...તે સત્ય છે. આ ફૂટેજ તેમના પર છે. હું આ વસ્તુ જોયા પછી આવ્યો છું. મારી માટે આખી એક એક્ટિવિટી બનાવી કારણ કે મેં શોનું અપમાન કર્યું હતું અને ઘરના બધા સભ્યો શરમ કરો અનુરાગની બૂમો પાડી રહ્યા હતા."તેણે આગળ કહ્યું, "આ એક્ટિવિટી નહીં બતાવી હોય કે આખા ઘરની સામે મારું અપમાન થયું કે 'તમે શોનું અપમાન કર્યું છે.'
અનુરાગ ડોભાલે ડીએનએ સાથેની વાતચીતમાં શોના વિજેતા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે બિગ બોસ 17નો વિજેતા નક્કી છે. વિજેતાને જનતાની પસંદગીથી નાથી પસંદ કરવામાં આવતા. તેણે કહ્યું, "મારા એલિમિનેશન પછી એ સાબિત થઈ ગયું છે કે બિગ બોસ હવે દર્શકોના વોટ પર આધારિત નથી. નિર્માતાઓ તેમના મનપસંદમાંથી એકને તેમના વિજેતા તરીકે પસંદ કરશે. તેમનો વિજેતા નિશ્ચિત છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.