VIDEO: The driver took a turn at the turn that will make you tremble after watching the horrible video
વાયરલ /
VIDEO : 'ચમત્કારી ટ્રક' ભયાનક અકસ્માત પછી જાતે ચાલવા લાગી, જાણે 'શરીરમાંથી આત્મા' નીકળ્યો
Team VTV06:32 PM, 17 Feb 22
| Updated: 06:36 PM, 17 Feb 22
ડ્રાઈવરે વળાંક પર અચાનક ઘુમાવી દેતા ટ્રકના બે ઊભા ફાડિયા હતા અને એક હિસ્સો જમીન પર તૂટ્યો અને બીજો હિસ્સો આપમેળે ચાલવા લાગ્યો.
સોશિયલ વીડિયો પર વધુ એક ભયાનક વીડિયો વાયરલ
ડ્રાઈવરે વળાંક પર ખતરનાક ઢબે ઘુમાવી ટ્રકને
ટ્રકના થયા બે ફાડિયા, એક હિસ્સો આપમેળે ચાલવા લાગ્યો
સૌથી હોંશિયાર ડ્રાઈવર તરીકે ટ્રક ડ્રાઈવરની ગણતરી થતી હોય છે. ટ્રક ડ્રાઈવર ક્યારેય તો ભયાનક રીતે ટ્રકને ઘુમાવતા હોય છે અને આવા ભયાનક અકસ્માતમાં પણ બચી જતા હોય છે. વળાંક પર અત્યંત ભયાનક રીતે ટ્રકને ઘુમાવવાનો એક વીડિયો વાયરલ થયો છે પરંતુ આ વીડિયો જોઈને તમને એવું જ લાગશે કે જાણે ટ્રકના શરીરમાંથી આત્મા બહાર નીકળી ન જતો હોય.
ડ્રાઈવરે ટ્રકને જોખમી રીતે ઘુમાવી, ટ્રકના થયા બે ફાડિયા
14 સેકન્ડની એક ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે ડ્રાઈવરે એક વળાંક પર અત્યંત ઝડપી રીતે ટ્રકને ઘુમાવી હતી. અત્યંત ઝડપી રીતે ઘુમાવવામાં આવતા ટ્ર્કના બે ફાડિયા થઈ ગયા હતા. એક ભાગ જમીન પર પડ્યો અને એન્જિન વાળો ભાગ આગળ વધતો ચાલ્યો ગયો, આ દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે જાણે શરીરમાંથી આત્મા બહાર નીકળી ગયો હોય.
આ રમુજી વિડિયો IFS સુશાંત નંદાએ શેર કર્યો
આ રમુજી વિડિયો IFS સુશાંત નંદાએ શેર કર્યો અને લખ્યું - 'આત્મા' એ 'શરીર' છોડી દીધું છે... સંત અવનીશ શરણના કહેવા પ્રમાણે. આ ક્લિપને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ વ્યૂઝ અને 1 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તે જ સમયે, ઘણા વપરાશકર્તાઓએ આ વિશે ટિપ્પણી પણ કરી છે. કેટલાક વીડિયો જોયા પછી હસવું રોકી નહીં શકો. જ્યારે કેટલાકે લખ્યું - આ ભયંકર છે. એક યુઝરે તો એમ પણ કહ્યું કે તે અદ્ભુત છે, ડ્રાઈવર એન્જિનનો પીછો કરી રહ્યો છે.