બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO: Surat commissioner on a morning walk with a convoy of 50 soldiers, rushed to PI-DCP, talked to people
Last Updated: 01:18 PM, 14 June 2022
ADVERTISEMENT
સુરતના CP અજય તોમરનો પોલીસ કાફલા સાથે મોર્નિંગ વોક કરતો વિડીયો સામે આવ્યો છે. જ્યાં તેમણે લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો. આ મોર્નિંગ વોકમાં 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. મોર્નિંગ વોક દરમ્યાન પોલીસ કમિશ્નરે લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
સુરતના પોલીસ કમિશ્નર અજય તોમર આજે વહેલી 50 જવાનોના પોલીસ કાફલા સાથે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. તેમના કાફલામાં DCP, ACP, PI સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા. સુરત પોલીસ કમિશ્નરે વોકિંગ પર નીકળી લોકોની સમસ્યા સાંભળી હતી.
ADVERTISEMENT
50 થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોર્નિંગ વોકમાં જોડાયા
આજે વહેલી સવારે સુરતના રસ્તાઓ ઉપર પોલીસ કમિશ્નર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. વિગતો મુજબ સુરતના પોલીસ કમિશ્નર અજય તોમર DCP, ACP, PI સહિત 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સાથે રાખીને મોર્નિંગ વોક પર નીકળ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે.
લોકો સાથે સીધો સંપર્ક સાધવા મોર્નિંગ વોક
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે લોકો સાથે સીધો સંપર્ક સાધવા નવું પગલું ભર્યું છે. જેને લઈ રાજ્યમાં તેમના આ પગલાંની સરાહના થઈ રહી છે. આજે સવારે અજય તોમર પોતાના સ્ટાફ સાથે મોર્નિંગ વોક નીકળ્યા હતા. જ્યાં લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમની વટ સાંભળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.