બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / VIDEO: 'Students should not be a political hand': CM Bhupendra Patel in college program

અમદાવાદ / VIDEO: 'વિદ્યાર્થીઓ રાજકીય હાથો ન બને' : કોલેજના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર

Priyakant

Last Updated: 08:07 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદર્શન કર્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 2023માં 75 વર્ષ પૂર્ણ કરશે એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ

  • L D એન્જિનિયરીંગ કોલેજને 75 વર્ષ પૂર્ણ
  • વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રહ્યા હાજર 
  • વિદ્યાર્થીઓ રાજકીય હાથો ન બને: CMની ટકોર

અમદાવાદમાં આવેલ એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજને 75 વર્ષ પૂર્ણ થયા છે. જેના ભાગરૂપે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે પોતાના કોલેજકાળના દિવસોને વાગોળ્યા હતા. 

ગુજરાતની સૌથી જૂની એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગ તેના 75 વર્ષ પૂરા થવા પ્રસંગે ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી રહી છે. એલડીસીઈના સ્થાપના દિવસના સમારોહ 'સમર્પણ' માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કુબેર ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે  'LDCE કનેક્ટ' એપનું લોન્ચિંગ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના ૭૫માં સ્થાપના દિન પ્રસંગે જણાવ્યું કે, આજે દેશ આઝાદીના 75 વર્ષ પૂરા થવા અવસરે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે એલ.ડી કોલેજ પણ તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહી છે એ ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે પોતાના કોલેજકાળના દિવસોને વાગોળ્યા હતા. આ સાથે સાથે જ વિદ્યાર્થીઓને રાજકીય હાથો ન બનવાની ટકોર પણ કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે  'LDCE કનેક્ટ' એપનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

 

એલ.ડી.કોલેજે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે: જીતુ વાઘાણી

આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, આજે ઈતિહાસમાં એક નવી કેડી કંડારાઈ છે. દેશ જયારે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના 75 વર્ષ એ ગુજરાત અને દેશમાં એક સિદ્ધિ છે. તેમણે કહ્યું કે એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગ આજે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. 'જે છે એમાંથી શ્રેષ્ઠ શું કરી શકાય' એ આ કોલેજનો એક વિચાર રહ્યો છે અને એ વિચાર જ આ કોલેજને દિનપ્રતિદિન આગળ વધારી રહ્યો છે. આજે એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવો એક ગૌરવની વાત છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એલ.ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગને 75 વર્ષ પૂર્ણ થવા અવસરે રોબોટિક ઓટોમેશન અને આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સ મશીન લર્નિંગ એમ બે નવી ફેકલ્ટી ૨૦૨૨-૨૩ના વર્ષથી આપવાની જાહેરાત પણ કરી હતી.

2023માં 75 વર્ષ પૂર્ણ કરશે એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ 

20 જૂન 1948થી કાર્યરત અમદાવાદની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ વર્ષ 2023માં 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ 75માં વર્ષની ઉજવણી દરમ્યાન કોલેજના સત્તાધિશોએ વર્ષભર વિવિધ કાર્યક્રમો દ્વારા એક્સપર્ટ લેક્ચર સિરીઝનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. 

મુખ્યમંત્રીને સાંભળીને ઓડિટોરીયમમાં હાસ્ય સર્જાયું 

અમદાવાદની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં આજે મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ અને ભુતપૂર્વ વિદ્યાર્થી સાથે હળવા મુડમાં જોવા મળ્યા હતા. હસતા-હસતા સહજતાથી પોતાનો કોલેજકાળ પણ સ્વિકાર્યો હતો અને કોલેજના દિવસો વિશે વાત કરી હતી. સીએમ દ્વારા હળવાશના જુના દિવસોની વાતને જોઈને આખો ઓડિટોરીયમ ખુશ થઈ ગયો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat CM LD Collage અમદાવાદ એલડી કોલેજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ