બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / થાર ચાલક બન્યો બેફામ! અનેક વાહનોને લીધા અડફેટે, રોકવા જતા પોલીસ પર ચઢાવી કાર
Last Updated: 11:38 PM, 18 March 2025
અમદાવાદમાં બેફામ રીતે કાર ચલાવનાર આરોપીની અટકાયત કરાઈ છે. કાર ચાલક ક્રિશ સરાઈની સામે L ટ્રાફિક પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. BNS તેમજ M.V.એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. દિલ્લી દરવાજા પાસે નબીરાએ લોકોને અડફેટે લીધા હતા
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્રિશ સરાઈની L ટ્રાફિક પોલીસે કરી અટકાયત
કાર માલિક કિશોર પ્રજાપતિએ કાર રેન્ટ કરાર થકી શુભમ ગુપ્તાને આપી હતી ત્યારે કાર ચાલક ક્રિશ સરાઈએ દિલ્લી દરવાજા પાસે લોકોને અડફેટે લીધા હતા. પોલીસકર્મીએ રોકવાનો પ્રયાસ કરતા નબીરો ન રોકાયો હતો. થારથી લોકોને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. વીજળી ઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી હતી. સિગ્નલ તોડ્યા પછી રોકવાનો પ્રયાસ કર્યો છતાં નબીરો ન રોકાયો હતો.
આ પણ વાંચો: માત્ર 20 રૂપિયામાં મિત્ર બન્યો વેરી, ત્રીજા માળેથી ધક્કો મારીને હત્યા, બ્લુટુથ અને ચંપલે ખોલ્યું રાઝ
નબીરાઓ બેફામ..!
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.