બાળપણમાં વાંચેલી તરસ્યા કાગડાની વાર્તા જેવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાગડો તરસ છીપાવવા બોટલમાં કાંકરા નાખતો નજરે પડે છે.
આંખો પર ભરોસો ન આવે તેવો વીડિયો વાયરલ
અધૂરી બોટલમાં કાંકરા નાખી તરસ છીપાવવતો કાગડો
@jeetrammal નામના યુઝરે વીડિયો શેર કર્યો
બાળપણમાં અભ્યાસ દરમિયાન તરસ્યા કાગડાની વાર્તા સૌ કોઈ વાંચી હશે! જે વાર્તામાં કાગડાને કેન્દ્રમાં રાખી અને સંદેશો આપવામાં આવ્યો હતો કે જે લોકો પ્રયત્ન કરે છે તે ક્યારેય હારતા નથી! તેઓને સફળતા જરૂર મળે છે વાર્તામાં એક તરસ્યો કાગડો હોય છે જેને તરસ લાગતા તે દરદર ભટકતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે તેમને અચાનક એક વાસણ દેખાય છે જેમાં પાણી હોય છે પરંતુ એ વાસણ અડધું ભરેલું હોય છે જ્યાં સુધી કાગડાની ચાંચ પહોંચવી અશક્ય હોવાથી તે પોતાની તરસ છીપવા તડફળિયા મારતો રહે છે. અંતે યુક્તિ વિચારે છે અને તે ચાંચ વડે ઘડાની આસપાસ રહેલા પથ્થરો ઘડામાં નાખી દેતા ગળામાં રહેલું પાણી ઉપર આવે છે અને કાગડાની ચાંચ ડૂબવા લાગતા તે પાણી પી અને ચાલવા માંડે છે. પુસ્તકની વાર્તાની જેવો જ એક વાસ્તવિક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.
ટ્વીટર પ્લેટફોર્મ પર @jeetrammal નામના યુઝરે વીડિયો શેર કર્યો છે. આ વાઇરલ વીડિયોમાં એક કાગડો પાણીની બોટલ સુધી પહોંચે છે અને બોટલ અધૂરી હોય છે. અધૂરી બોટલમાં પાણી સુધી ચાંચ ન ડૂબતા કાગડાને યુક્તિ સુઝે છે અને તે બોટલની આસપાસ રહેલા પથ્થરોને બોટલમાં નાખી દે છે. પરિણામે બોટલનું પાણી ઉપર આવતા જ કાગડો તરસ છીપાવવા માંડે છે.