બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Video Shows The Moment Odisha Health Minister Was Shot

મંત્રી પર જાનલેવા હુમલો / VIDEO : ASIએ છોડેલી પાંચ ગોળીઓ વાગતા ઢળી પડ્યાં ઓડિશાના હેલ્થ મિનિસ્ટર, વીડિયો આવ્યો સામે

Hiralal

Last Updated: 05:01 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ASIએ છાતીમાં બે ગોળીઓ મારી દેતા ઓડિશાના હેલ્થ મિનિસ્ટર નબ કિશોર દાસની હાલત ગંભીર બનતાં તેમને ભુવનેશ્વર લઈ જવાયા છે.

  • ઓડિશાના હેલ્થ મિનિસ્ટર નબ કિશોર દાસની હાલત ગંભીર
  • સ્થિતિ ગંભીર બનતા રાજધાની ભુવનેશ્વર લઈ જવાયા 
  • સવારમાં ASIએ છાતીમાં મારી હતી બે ગોળીઓ 

ASIએ ગોળીબાર કરતા ઓડિશાના હેલ્થ મિનિસ્ટર નબ કિશોર દાસની સ્થિતિ ઘણી ગંભીર છે. મંત્રી જ્યારે તેમના મતવિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યાં ત્યારે તેઓ જેવા કારમાંથી ઉતર્યાં કે તરત એએસઆઈએ તેમને સીધી છાતીમાં પાંચ ગોળી ધરબી દીધી હતી. ગોળીબાર થતા ઢળી પહેલા મંત્રી દાસને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમની સ્થિતિ ખરાબ થતા તેમને રાજધાની ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા. 

ASIના ફાયરિંગનો વીડિયો આવ્યો સામે 
ASIના ફાયરિંગમાં ઢળી પહેલા  હેલ્થ મિનિસ્ટર દાસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગોળીઓ વાગ્યા બાદા તેઓ ઢળી પડી રહેલા અને તેમને હોસ્પિટલમાં લઈ જતા જોઈ શકાય છે. 

સીએમ નવીન પટનાયક પહોંચ્યાં એપોલો હોસ્પિટલ
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક એપોલો હોસ્પિટલ જઈને મંત્રી દાસની ખબર કાઢી હતી અને તેમના પુત્રને હિંમત આપી હતી.

આરોપી એએસઆઈની ધરપકડ
પોલીસે મંત્રી પર ગોળીબાર કરનાર એએસઆઈની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ શરુ કરી છે. 

કેસ સાથે જોડાયેલી 10 મોટી વાતો

(1) જેવા મંત્રી નબ કિશોર દાસ પોતાની કારમાંથી નીચે ઉતરીને નવી બનેલી પાર્ટી ઓફિસ તરફ ચાલવા લાગ્યા કે તરત જ આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (એએસઆઈ)એ તેમના પર જીવલેણ હુમલો કર્યો. તેઓ અહીં બીજેડી પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવા આવ્યા હતા.
(2) એએસઆઈની ધરપકડ કરી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેની પાસેથી મળી આવેલા હથિયારો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલા પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

(3) બ્રજરાજનગરના એસડીપીઓ ગુપ્તેશ્વર ભોઇએ જણાવ્યું હતું કે, સ્થાનિકોએ આરોપી એએસઆઈને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરી રહી છે. 
(4) ગોળીબાર બાદ મંત્રી દાસને છાતીમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સ્થાનિક લોકો મંત્રીને ઉપાડીને કારની આગળની સીટ પર બેસવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
(5) મંત્રીને પહેલા ઝારસુગુડા જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં "વધુ સારી સારવાર" માટે તેમને ભુવનેશ્વરની હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(6) દાસ પરના હુમલા બાદ શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. મંત્રીના સમર્થકોએ તેમની "સુરક્ષા ક્ષતિ" પર સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે દાસને નિશાન બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
(7) ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્વાસ્થ્ય મંત્રી પર થયેલા હુમલાની નિંદા કરતા કહ્યું કે, હુમલાના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છું, તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છું. મુખ્યમંત્રી નવીન પટનાયક પણ મંત્રી નબા દાસની તબિયતનો તાગ મેળવવા માટે અપોલો હોસ્પિટલ પહોંચ્યા છે.
(8) આ કેસની તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને ઘટના સ્થળે દોડી જવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસની તપાસ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
(9) નબા કિશોર દાસ ઓડિશાના ઝરસુખરા જિલ્લાના પ્રભાવશાળી નેતા છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા, જ્યાંથી નબા દાસ બીજુ જનતા દળમાં જોડાયા હતા.
(10) કોઈ અપ્રિય ઘટના ન બને એટલે રાજ્યમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Naba Kisore Das attack Naba Kisore Das attack video ઓડિશા હેલ્થ મિનિસ્ટર એટેક વીડિયો નબ કિશોર દાશ Naba Kisore Das attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ