બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:19 PM, 14 October 2024
તમે દુનિયામાં અનેક પ્રકારના જીવો વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે. દરેક જીવની પોતાની વિશેષતા હોય છે જે એને બીજાથી અલગ કરતાં હોય અને પણ દરેક જીવ જીવવા માટે શ્વાસ લે છે પણ શું તમને ખબર છે કે એક એવું જીવ છે જે છ દિવસ શ્વાસ લીધા વિના જીવી શકે છે. કુદરતે આ જીવની રચના એ જ રીતે કરી છે કે તે આટલા દિવસ સુધી શ્વાસ રોકી શકે. હવે તમને પ્રશ્ન હશે એક આવો કયો જીવ છે તો આ જીવનું નામ છે વીંછી.
ADVERTISEMENT
વીંછીના ફેફસાંની રચના એવી હોય છે કે તે લાંબા સમય સુધી તેનો શ્વાસ રોકી શકે છે. આ પ્રકારના ફેફસાંને બુક લંગ્સ કહેવામાં આવે છે. તેમનો આકાર પુસ્તકના ફોલ્ડ કરેલા પાના જેવો છે, તેથી જ તેમને આ નામ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વીંછી તેના ફેફસાંમાં સારી માત્રામાં હવા જાળવી શકે છે આ જ કારણ છે કે હવાના જથ્થાને કારણે તેઓ હવાની આપલે કર્યા વિના 6 દિવસ સુધી જીવિત રહી શકે છે. એટલું જ નહીં બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વીંછી આખું વર્ષ ખાધા વિના પણ જીવી શકે છે.
વધુ વાંચો: IVN થેરેપી: ઓફિસમાં કામ કરતાં થાકો ત્યારે ચા-કોફીનો બ્રેક નહીં પણ બોટલ ચઢાવી દે!
ઉનાળાની ઋતુમાં આ જીવ વધુ સક્રિય હોય છે અને શિયાળાની ઋતુમાં તે તેમના શરીરનું મેટાબોલીઝમ એટલું ધીમું કરે છે કે તેઓ એક વર્ષ સુધી ખાધા વિના જીવી શકે છે. સાથે જ આ 2-3 ઈંચના દેખાતા વીંછી નાના જંતુઓ, ગરોળીથી માંડીને સાપ સુધી બધું ખાઈ શકે છે અને એવું કહેવાય છે કે વીંછી ઘણું ઓછું પાણી પીવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.