બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Video: Road cracked open after underground Pipeline burst in yavatmal maharshtra

મહારાષ્ટ્ર / VIDEO: જમીન ચીરીને પાણી જ્વાળામુખીની જેમ બહાર આવ્યું, એક્ટીવા ચાલક મહિલા થઈ ઘાયલ, દ્રશ્યો જોઈને ચોંકી જશો

Vaidehi

Last Updated: 10:25 AM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનાં યવતમાલમાં શનિવારે એક અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન તૂટી ગઈ. પાણીનાં પ્રેશરથી રોડ પણ ફાટી ગયો. એક વાહન સવાર ઘાયલ થઈ છે. જુઓ વીડિયો

  • મહારાષ્ટ્રમાં રોડ એકાએક તૂટ્યો
  • પાણીનું પ્રેશર વધવાને લીધે ફાટ્યો રોડ
  • એક વાહન ચાલક મહિલા ઘાયલ

મહારાષ્ટ્રનાં યવતમાલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શનિવારે આ વિસ્તારમાં એક અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન ફૂટી ગઈ. પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે રોડનાં ટૂકડાં પાણીની સાથે 15 ફૂટ ઉપર સુધી ઊછળ્યાં. આ દુર્ઘટનામાં એક વાહન ચાલક મહિલા ઘાયલ થઈ છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
આ ઘટના મિંડે રોડ ચોક પર થઈ. આ દરમિયાન રોડથી પસાર થઈ રહેલી સ્કૂટર સવાર એક મહિલા ઘાયલ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

રોડ ફાટવાનો અવાજ પણ ભયાનક
ઘટનાનાં સાક્ષી પૂજા બિસ્વાસે જણાવ્યું કે હું ફોન પર વાત કરી રહી હતી ત્યારે મેં જોયું કે પાણીનાં પ્રેશરથી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન ફાટી ગઈ છે અને ચારેય તરફ પાણી ભરાઈ ગયું છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં રોડ તૂટવાનો અવાજ પણ રેકોર્ડ થયો છે. પ્રેશરનાં કારણે પહેલાં રોડમાં તિરાડો પડી અને કેટલીક સેકેન્ડમાં જ પાણી ફુંવારાની સાથે રોડથી બહાર નિકળી આવ્યું. અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન ફુટવાનો અવાજ પણ ભયાનક હતો.

અમૃત યોજના અંતર્ગત નાખવામાં આવી હતી પાઈપલાઈન
યવતમાલમાં અમૃત યોજનાનાં અંતર્ગત રોડમાં ખોદકામ કરીને પાઈપલાઈન નાખવામાં આવી હતી પરંતુ પાણીનું દબાણ વધવાને લીધે પાઈપલાઈન ફાટી ગઈ હતી. પછી આ પાણી રોડ ફાળીને બહાર પ્રેશરની સાથે નિકળી આવ્યું. વિદર્ભ હાઉસિંગ સોસાયટીનાં લોકોનો આરોપ છે કે અમૃત યોજનાનાં કામમાં ઘોટાળો થવાને લીધે આવી ઘટના સામે આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Video Yavatmal road cracked દુર્ઘટના મહારાષ્ટ્ર રોડ તૂટ્યો Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ