બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: Rescue in the middle of Dhasmasati river, salute the bravery of Kutch police
Priyakant
Last Updated: 05:44 PM, 10 July 2022
ADVERTISEMENT
રાજ્યભરમાં વરસાદી વાતાવરણ વચ્ચે કચ્છમાં ભારે વરસાદને કારણે રૂક્માવતી નદીમાં પૂર આવ્યું છે. પૂર આવવાથી નદીમા એક વ્યક્તિ ફસાયો હતો. જોકે કચ્છ પોલીસે બહાદુરીપૂર્વક નદીમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું હતું. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો પોલીસને અભિનંદન આપી રહ્યા છે.
કચ્છની રૂક્માવતી નદીમાં પૂર આવતા એક વ્યક્તિ ફસાયો
ADVERTISEMENT
કચ્છમાં ભારે વરસાદને કારણે રૂક્માવતી નદીમાં પૂર આવ્યું છે. જોકે વરસાદને કારણે આવેલા પૂરના ધસમસતા પ્રવાહમાં એક વેકતી ફસાઈ ગયો હતો. જે બાદમાં કચ્છ પોલીસના બે બહાઉર જવાનોએ પાણીમાં ઉતરી તેમનું રેસ્ક્યૂ કર્યું હતું. આખરે મહામહેનતે નદીના પૂરમાં ફસાયેલા વ્યક્તિને પોલીસે બચાવી લીધો હતો.
ગઇકાલે પણ કચ્છમાં ભારે વરસાદ થયો હતો
કચ્છ જિલ્લાના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં ભારે વરસાદ થતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું. ભારે વરસાદના પગલે ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. બીજી તરફ માતાનો મઢ,ધારેશી આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ગામના તળાવો છલકાયા હતાં. વાત કરીએ કચ્છના નખત્રાણા તો ધોધમાર વરસાદથી જળબંબાકાર થઈ જવા પામ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા, હોટલનો સામાન પાણીમાં તણાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.