VIDEO: PM Modi talking to PM of Canada, suddenly come to US President Joe Biden and see what he did
જર્મની /
VIDEO : કેનેડાના PM સાથે વાત કરી રહ્યાં હતા PM મોદી, ત્યારે પાછળથી આવ્યાં જો બાયડન, જુઓ પછી શું થયું
Team VTV06:31 PM, 27 Jun 22
| Updated: 07:15 PM, 27 Jun 22
જર્મનીમાં જી-7 શિખર સંમેલન શરુ થયું છે અને તેમાં પ્રધાનમંત્રી મોદી પણ ભાગ લઈ રહ્યાં છે.
જર્મનીમાં જી-7 શિખર સંમેલન
સાત દેશોના વડાઓએ ભાગ લીધો
પ્રધાનમંત્રી મોદી પણ જર્મનીમાં છે
શિખર સંમેલન પહેલા પીએમ મોદી વૈશ્વિક નેતાઓને મળ્યાં
કેનેડાના પીએમ સાથે વાત કરી પીએમ મોદીએ
પાછળથી આવીને બાયડને ખભો પકડીને હાથ મિલાવ્યાં
જર્મનીમાં યોજાઈ રહેલા જી-7 શિખર સંમેલનમાં પીએમ મોદી પણ ભાગ લઈ રહ્યાં છે. પરંતુ શિખર સંમેલન શરુ થાય તે પહેલા જી-સાત દેશના નેતાઓ એકબીજાને મળ્યાં હતા. પીએમ મોદી પણ બીજા નેતાઓને મળ્યાં હતા. પીએમ મોદી જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો સાથે વાતચીત કરી રહ્યાં હતા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન તેમને આવકારવા માટે છેક સુધી પહોંચી ગયા હતા અને પીએમ મોદીને ખભે હાથ મૂક્યો હતો.
#WATCH | US President Joe Biden walked up to Prime Minister Narendra Modi to greet him ahead of the G7 Summit at Schloss Elmau in Germany.
અચાનક ખભે હાથ મૂકાતો જોઈને પીએમ મોદી પણ થોડા નવાઈ પામ્યા હતા અને પાછળ વળીને જોયું હતું તો તેમને બાયડન ઊભેલા દેખાયા હતા. આ પછી પીએમ મોદી પણ બાયડન સાથે હાથ મિલાવ્યો હતો અને તેમને આવકાર્યા હતા. આ ઘટનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
Group of Seven leaders, PM Modi, pose for photograph ahead of G7 Summit
જી-7 દેશના નેતાઓને મળ્યાં પીએમ મોદી
જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં અને જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે પણ ઉષ્માભેર મુલાકાત કરી હતી.