VIDEO: PM Modi applauds after listening to child's patriotic song in Berlin
જર્મની પ્રવાસ /
VIDEO : બર્લિનમાં બાળકનું દેશભક્તિનું ગીત સાંભળીને ગદગદિત થયા પીએમ મોદી, આવી રીતે આપી શાબાસી
Team VTV06:55 PM, 02 May 22
| Updated: 06:57 PM, 02 May 22
જર્મનીની રાજધાની બર્લિનમાં એક બાળકે પ્રધાનમંત્રી મોદીની સામે દેશભક્તિનું ગીત ગાઈને તેમને ખૂબ પ્રભાવિત કર્યાં હતા.
પીએમ મોદીનું જર્મનીમાં ભવ્ય સ્વાગત
રાજધાની બર્લિનમાં બાળકે ગાયું દેશભક્તિનું ગીત
પ્રધાનમંત્રી મોદીએ આખું ગીત સાંભળીને બાળકને આપી શાબાસી
પીએમ મોદીને બર્લિનમાં આવેલા જોઈને મોટી સંખ્યામાં ભારતીયો તેમને મળવા આવ્યાં હતા જેમાં ઘણા બાળકો પણ હતા. પીએમ મોદી જ્યારે લોકોને મળી રહ્યાં હતા ત્યારે એક બાળકે તેમની સામે દેશભક્તિનું ગીત ગાયું હતું. બાળકને દેશભક્તિનું ગીત ગાતો જોઈને પીએમ મોદી તેની પાસે અટકી ગયા અને તેનું ચપટી ચપટી વગાડતા વગાડતા બાળકનું દેશભક્તિનું ગીત સાંભળ્યું અને તેને શાબાસી આપી. પીએમ મોદીએ બાળકો સાથે સેલ્ફી પણ પડાવી હતી.
#WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany
તાન્યા નામના એક બાળકે પીએમ મોદીનું પેટિંગ તેમને ભેટ આપ્યું હતું. તે પીએમ મોદીની પોતાની પેઇન્ટિંગ હતી. પીએમે આ પેઇન્ટિંગ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આ ઉપરાંત એક બાળકે પણ મોદીને એક ગીત સંભળાવ્યું, જેને સાંભળીને મોદી તેમની સાથે તાલ મિલાવતા જોવા મળ્યા.
આ ઘટનાનો વીડિયો થયો વાયરલ
હાલ પીએમ મોદીની સામે બાળક ગીત ગાતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ ઉપરાંત ઘણા સેલેબ્સે પણ તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી છે. અભિનેતા અક્ષય કુમારે લખ્યું છે કે પીએમ મોદીએ બાળકને તેના જીવનકાળની ક્ષણ આપી છે. ફિલ્મ નિર્દેશક અતુલ અગ્નિહોત્રીએ લખ્યું કે આ એક હ્રદયસ્પર્શી વીડિયો છે.
ત્રણ દિવસીય યાત્રાના ભાગરુપે પહેલા જર્મની પહોંચ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ, 2022ની પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર છે. તેઓ પોતાની ત્રણ દિવસીય જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની યાત્રા અંતર્ગત સૌથી પહેલા જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. મોદીનું ત્યાં વસેલા ભારતીય સમુદાયે જે રીતે સ્વાગત કર્યું, તેનાથી ભારતનું ગૌરવ અને માન-સન્માન દુનિયાની સામે વધ્યું છે. મહિલાઓએ ભારતીય પરંપરાના હિસાબે મોદીનું સ્વાગત કર્યું હતું. તે ભારતીય ડ્રેસ પહેરીને આવ્યા હતા. બાળકોએ પણ મોદીની સામે પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. મોદી બાળકોને મળ્યા અને હિન્દીમાં સંવાદ કર્યો હતો. મોદી જ્યારે ભારતીય સમુદાયની વચ્ચે પહોંચ્યા, તો ભારત માતા કી જય, વંદે માતરમથી નારા ગુંજવા લાગ્યા હતા. દરેક ઉંમરના લોકો મોદી સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. ભારતીય મૂળના ગૌરાંગ કુટેઝા મોદી સાથે ફોટો પડાવવા માટે 400 કિમી દૂરથી બર્લિન આવ્યા હતા.