બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: એક.. બે.. ત્રણ.. ચાર ખેલાડી બોલ્ડ, એકને કેચમાં લપેટયો, વરુણ ચક્રવર્તીનું તોફાન
Last Updated: 11:29 PM, 10 November 2024
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિજય માટે 125 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી યજમાન ટીમ સામે તેણે 5 વિકેટ ઝડપી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ 5 વિકેટ હતી. રસપ્રદ વાત એ છે કે તેણે 4 ખેલાડીઓને બોલ્ડ કર્યા હતા.
ADVERTISEMENT
Varun Chakravarthy is an enigmatic spin bowler whose 2 wickets changed the course of the match#sanju_samson #INDvSA
— KAUSHIK (@BreakingNewsatz) November 9, 2024
pic.twitter.com/QAEosnsOeN
તેની બોલિંગ અને આંકડાઓ પર એક નજર કરીએ. ચક્રવર્તીએ તેની પ્રથમ ઓવરમાં જ વિપક્ષના કેપ્ટન એડન માર્કરમ (3)ને બોલ્ડ કરીને વિકેટનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી તેણે તેની બીજી ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સ (24) અને તેની ત્રીજી ઓવરમાં માર્કો યેસેન્સન (7)ને આઉટ કર્યા. તેણે તેની છેલ્લી ઓવરના સતત 2 બોલ પર હેનરિક ક્લાસેન (2) અને ડેવિડ મિલર (0)ના રૂપમાં ઉપયોગી વિકેટો લીધી હતી. તેણે પોતાની 4 ઓવરમાં 17 રન આપીને આ સફળતાઓ હાંસલ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO: કોહલી પેપરાઝી પર ભડકી ઉઠ્યો, કારણ અનુષ્કા અને વામિકા, જુઓ શું બન્યું?
ADVERTISEMENT
ચક્રવર્તી હવે દક્ષિણ આફ્રિકા સામે T20 ઈન્ટરનેશનલમાં સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે કુલદીપ યાદવ (5/17, 2023)ના આંકડાની બરાબરી કરી. માત્ર ઉમર ગુલ (5/6) એ દક્ષિણ આફ્રિકા સામે તેના કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. ચક્રવર્તી T-20 ઈન્ટરનેશનલમાં 5 વિકેટ લેનારો પાંચમો ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલા કુલદીપ (2 વખત), યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર અને ભુવનેશ્વર કુમાર (2 વખત) આ કરી ચુક્યા છે.
ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 સિરીઝની બીજી મેચ રમાઈ છે. ગકેબરહામાં રમાઈ રહેલી આ મેચમાં આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવી જીતનો 125નો ટાર્ગેટ આપ્યો હતો. જે જીતનો લક્ષ્ય દક્ષિણ આફ્રિકાએ હાંસલ કરી લીધો છે અને ભારતને બીજી T20માં 3 વિકેટે પરાજય આપ્યો છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.