બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:18 PM, 5 July 2025
રોડ-રસ્તાનું કામ કરવાનું હોય ત્યારે સામાન્ય રીતે વરસાદ પહેલા કામ પતાવવામાં આવે છે કાંતો પછી એવો ગાળો પસંદ કરાય છે જેમાં વરસાદની સંભાવના નહીવત હોય અને રોડ રસ્તાનું કામ પૂર્ણ થયા પછી સુકાઇને પાકુ થઇ જાય.. પરંતુ ભરૂચમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે હાસ્યાસ્પદ હતા. ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદમાં નવા રોડની કામગીરીના દ્રશ્યો જોવા મળ્યા.
ADVERTISEMENT
ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદમાં નવા રોડની કામગીરી કરવામાં આવી (વરસાદમાં રોડનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ, ST ડેપોથી ટંકારી ભાગોળ સુધી રોડની કામગીરી ચાલુ, ચાલુ વરસાદમાં બનાત રોડની ગુણવત્તા પર સવાલ, તંત્રની બેદરકારીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ) #bharuch #jambusar #Gujarat… pic.twitter.com/Yxu4AvS2Jb
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2025
ચાલુ વરસાદમાં રોડનું કામ થતું હોય તેવો વીડિયો વાયરલ થયો છે.. ભરૂચના ST ડેપોથી ટંકારી ભાગોળ સુધી રોડની કામગીરી ચાલી રહીછે.જે વરસતા વરસાદમાં પણ કરવામાં આવી .. ચાલુ વરસાદે રસ્તાની કામગીરી કઇ રીતે થઇ શકે અને જો થાયતો પણ તેની ગુણવત્તા કેવી હોય તે કહેવાની જરૂર નથી..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે RTO ઓફિસ નહીં જવું પડે, ઘરે બેઠા જ મળશે ઓનલાઈન સર્વિસ
આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે શું અધિકારીઓને એટલી પણ ખબર નહીં પડતી હોય કે રોડ રસ્તાનું કામ ચાલું વરસાદે ન કરાવાય... શું આ પ્રજાના પૈસાનો બગાડ નથી.? શું આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ન કરવી જોઇએ ? તેવા અનેક સવાલો ઉભા થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.