અમદાવાદમાં બેફામ બનેલા રીક્ષા ચાલકોનો વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણથી ચાર રીક્ષા ચાલકો જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો ઓઢવનો હોવાનું મનાઈ રહ્યું છે.
અમદાવાદમાં રીક્ષાચાલકો કરી રહ્યા છે સ્ટંટ
ત્રણથી ચાર રીક્ષાચાલકોના સ્ટંટનો વીડિયો વાયરલ
વીડિયો ઓઢવ બ્રિજનો હોવાનું અનુમાન
અમદાવાદમાં બેફામ બનેલા રીક્ષા ચાલકોનો વીડિયો વાયરલ થયો. જેમાં ત્રણથી ચાર રીક્ષા ચાલકો જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો ઓઢવ બ્રિજનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં નાગરિકોની સલામતી સામે સવાલો ઉઠી રહ્યા છે. જાહેર રોડ પર જોખમી સ્ટંટ કરતા આવા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અમદાવાદમાં રીક્ષાચાલકો કરી રહ્યા છે સ્ટંટ
અમદાવાદમાં રીક્ષા ચાકલોનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયો ઓઢવ બ્રિજ પરનો હોવાનું મનાઈ રહ્યું છે વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રીક્ષાચાલકો જાહેર રોડ પર બેફામ બની સ્ટંટ કરી રહ્યા છે. રીક્ષા ચાલકોના આ સ્ટંટનો વીડિયો વાયરલ થતા શહેરમાં નાકરિકોની સલામાતી સામે સવાલો ઉઠી રહ્યા છે જો કોઈને ઈજા કે અકસ્માત થાય તો જવાબદાર કોણ ? શહેરમાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવાવામાં આવતું હોય છે પરતું આવા સ્ટંટ વખતે કેમ કોઈ પોલીસ દેખાતો નથી ? રસ્તા પર આવા જોખમી સ્ટંટ કરવા એ કટેલા યોગ્ય છે ? પોલીસ આવા રીક્ષા ચાલકોને પાઠ ક્યારે ભગાવશે, આવા જોખમી રીક્ષા ચાલકોનું લાયસન્સ રદ્દ થવું જોઈએ એવી માંગ ઉઠી છે..