બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of Radhanpur BJP candidate Lovingji Thakor goes viral
Malay
Last Updated: 03:13 PM, 18 November 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોએ તમામ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપ દ્વારા રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ મળ્યા બાદ રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ સંતો-ભક્તોની વચ્ચે ભજન ગાતા જોવા મળી રહ્યા છે.
લવિંગજી ઠાકોરનો ભજનની રમઝટનો વીડિયો વાયરલ
આ વીડિયોમાં રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર ભજન મંડળીની સાથે અનેક લોકોની વચ્ચે માઈકમાં ભજન ગાતા જોવા મળી રહ્યા છે. લવિંગજી ઠાકોરનો ભજનની રમઝટનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.
ADVERTISEMENT
ઢોલના તાલે ઝૂમતા લવિંગજીના વીડિયોએ મચાવી હતી ધૂમ
મહત્વનું છે કે, તાજેતરમાં જ ભાજપનાં ઉમેદવાર લવિંગજી ઠાકોરનો ઢોલના તાલે ઝૂમતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. ગામડાની આગવી અદામાં નાચતા વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઢોલના તાલે ઝૂમતા લવિંગજીનો આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાધનપુરથી લવિંગજી ઠાકોરનું નામ જાહેર થતાં અલ્પેશ ઠાકોરે VTV ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 'મારી ઇચ્છા રાધનપુર બેઠકથી ચૂંટણી લડવાની હતી. પરંતુ પાર્ટીએ મારા માટે જે વિચાર્યું હશે તે યોગ્ય હશે.' મહત્વનું છે કે, ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.