બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:49 PM, 15 February 2025
આજના આ સોશિયલ મીડિયામાં દરરોજ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો એવા સામે આવે છે કે જે સૌ કોઈને ચોંકાવી દે છે. હાલમાં પણ એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિલ્સના ભૂતે લોકોને ગાંડા કરી દીધા છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં છોકરી તેની સ્વર્ગસ્થ માતાના ફોટો સામે રીલ બનાવતી જોવા મળે છે. જ્યારે છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકો તેના પર ગુસ્સે થયા અને તેને ગાળો આપવા લાગ્યા.
ADVERTISEMENT
अपनी मरी हुई मां के साथ ऐसी हरकत कौन करता है, लड़की का यह Video देख भड़के लोग#Viralvideo #socialmedia #Girlsvideo #Reelsvideo pic.twitter.com/PpHNKFN1AP
— joshi paras prem (news updated) (@joshiparasprem) February 15, 2025
આ વાયરલ વીડિયોમાં છોકરી તેની મૃત માતાના ફોટા સાથે સેલ્ફી ક્લિક કરતી અને વીડિયો બનાવતી જોઈ શકાય છે. આ સમય દરમિયાન છોકરીએ તેના મોબાઇલ કેમેરા પર ડોગી ફિલ્ટર લગાવ્યું હતું. આ ફિલ્ટરમાં માનવ ચહેરો એક સુંદર કૂતરા જેવો દેખાવા લાગે છે. તેના માથા ઉપર કૂતરાના મોટા કાન બને છે, અને તેના મોંમાંથી લાંબી જીભ નીકળવા લાગે છે. વીડિયોમાં પોતાના પર આવું ફિલ્ટર લગાવવું સમજી શકાય તેવું છે, પરંતુ પોતાની મૃત માતા સાથે આવું કોણ કરે? આ કરવું એ છોકરીને બિલકુલ શોભતું નથી.
ADVERTISEMENT
વધુ વાંચો : ગજબનો જુગાડ! આ BMW કે ઓમની વાન નથી! આધુનિક ઘોડાગાડીનો વીડિયો વાયરલ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેને 2 કરોડથી વધુ લોકોએ જોયું છે અને લાખો લોકોએ તેને લાઈક કર્યું છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી છે અને છોકરીને ઠપકો આપ્યો છે. છોકરીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને તેની પોસ્ટ્સ જોતાં ખબર પડે છે કે છોકરીની માતાનું અવસાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.