બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આમ નહીં તો આમ.. ટીમને તો 6 રન જ મળ્યા! ક્રિકેટમાં આવું તમે નહીં જોયું હોય! જુઓ Video
Last Updated: 11:32 PM, 4 February 2025
ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ અને KVN બેંગ્લોર સ્ટ્રાઇકર્સ વચ્ચેની મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં કંઈક એવું બન્યું જેનાથી લોકો ચોંકી ગયા હતા. આ મેચ દરમિયાન ફાલ્કન રાઇઝર્સના બેટ્સમેન વિશ્વજીત ઠાકુરે એક શાનદાર શોટ માર્યો જે પહેલી નજરે એવું લાગતું હતું કે તે ચાર રન માટે જશે. પરંતુ બેંગ્લોરના ફિલ્ડરે બોલને રોકવા માટે બાઉન્ડ્રી નજીક શાનદાર છલાંગ લગાવી અને ચાર રન બચાવી લીધા.
ADVERTISEMENT
Saved a boundary but ended up conceding a SIX!!!!!! 🤣
— Sameer Allana (@HitmanCricket) February 3, 2025
CRICKET BELIEVE IT OR NOT 🤯 pic.twitter.com/i9mIvRBqfy
પરંતુ સાચો ખેલ તો ત્યારે થયો જ્યારે ફિલ્ડરે બોલ બોલર તરફ પાછો ફેંક્યો, રન આઉટનો પ્રયાસ કર્યો, પરંતુ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર સ્ટમ્પ ચૂકી ગયો અને બોલ ફરીથી ચાર રન માટે ગયો. હવે આ મેચ દરમિયાન બનેલા આ રમુજી વીડિયોની ક્લિપ વાયરલ થઈ રહી છે. આ અચાનક ક્ષણમાં કુલ 6 રન આપવામાં આવ્યા. આમાં બેટ્સમેનોએ લીધેલા ચાર રન અને પહેલાથી જ લીધેલા બે રનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ વીડિયોને અત્યાર સુધીમાં તેને 1 મિલિયન વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા પર આ ક્લિપ જોયા પછી લોકો કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આ પહેલી વાર છે જ્યારે તેમણે આવી ફિલ્ડિંગ જોઈ છે જે ફોરને સિક્સરમાં ફેરવે છે. કોઈએ કટાક્ષમાં કહ્યું કે આ લોકોને ક્રિકેટ રમવાથી પ્રતિબંધિત કરી દેવા જોઈએ. જ્યારે કેટલાક યુઝર્સે મજાકમાં પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ ફિક્સિંગ હતું?
વધુ વાંચો : ભારત લેશે અમદાવાદનો બદલો! 4 મોટા ખેલાડી બોલ્યાં- 'ફાઈનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા'
ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ આખરે આ મેચ જીતી ગયું. પહેલા બેટિંગ કરતા તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી અને નિર્ધારિત ઓવરોમાં માત્ર 84/9 રન જ બનાવી શકી. બેંગ્લોરે રન ચેઝની શરૂઆત શાનદાર રીતે કરી હતી પરંતુ પછી સમયાંતરે વિકેટો ગુમાવતા રહ્યા. મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે અજાઝ શેખલાલ બેપારી આઉટ થઈ ગયો. જ્યારે છેલ્લી ઓવરમાં ઇરફાન ઉમૈરની જોરદાર બોલિંગે મેચનું પાસું પલટી નાખ્યું. તેણે છેલ્લી ઓવરમાં ફક્ત ત્રણ રન આપ્યા અને પોતાની ટીમ માટે 10 રન બચાવ્યા, જેનાથી ફાલ્કન રાઇઝર્સને શાનદાર જીત મળી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.