બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા કોર્પોરેશનનાં "કર્મઠ" કર્મચારીઓનો જુગાર રમતો વીડિયો વાયરલ

સરકારી / વડોદરા કોર્પોરેશનનાં "કર્મઠ" કર્મચારીઓનો જુગાર રમતો વીડિયો વાયરલ

Last Updated: 11:23 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો થયો વાયરલ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોર્પોરેશન ઓફીસમાં જ આવેલી સેન્ટ્રલ સ્ટોરમાં કર્મચારીઓ જુગાર રમી રહ્યા છે તે પ્રકારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Vadodara News : વડોદરા મહાપાલિકાના કર્મચારીઓનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કર્મચારીઓ જુગાર રમવા માટે બીજે ક્યાંય નહી પરંતુ કોર્પોરેશનની ઓફીસ પર જ પસંદગી ઉતારી હતી. હાલ તો સરકારી ઓફીસમાં જ જુગાર રમીને નિયમોના ધજાગરા ઉડાવતા કર્મચારીઓનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા માટે ખુબ જ શરમજનક આ વીડિયો હાલ તો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જુગાર રમતા કર્મચારીનો વીડિયો વાયરલ

જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો થયો વાયરલ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોર્પોરેશન ઓફીસમાં જ આવેલી સેન્ટ્રલ સ્ટોરમાં કર્મચારીઓ જુગાર રમી રહ્યા છે તે પ્રકારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ફરજના કલાકો દરમિયાન કર્મચારીઓ જુગાર રમવામાં મશગુલ જોવા મળ્યા હતા. જેના પરથી તેઓ કામ પ્રત્યે કેટલા સમર્પિત છે તેનો ખ્યાલ આવી જાય છે. શા માટે લોકોનાં કામ થવામાં આટલો સમય લાગે તેનો જવાબ આ વીડિયો પરથી મળી જાય છે.

જાગૃત નાગરિકે વાયરલ કર્યો વીડિયો

જો કે જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો છે. જાગૃત કર્મચારી સમગ્ર મામલે સવાલો પુછતા કર્મચારીઓ કાંઇ પણ બોલ્યા વગર ચાલતી પકડીહ તી. જો કે વીડિયોમાં જોઇ શકાય છે કે, એ બિન્દાસ્ત કર્મચારી પણ છે જે કાંઇ બોલતો તો નથી પરંતુ ઉભો પણ થતો નથી. જો કે આ જાગૃત કર્મચારીના કારણે વડોદરા કોર્પોરેશનના કર્મઠ કર્મચારીઓને જુગાર છોડીને કામ કરવા માટે રવાના થવું પડ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Corporation office VMC employees gambling Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ