બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of East Kutch policeman dancing in uniform goes viral
Vishnu
Last Updated: 11:04 PM, 19 January 2022
ADVERTISEMENT
પૂર્વ ક્ચ્છ પોલીસનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા હતા. વર્દીમાં સજ્જ પોલીસ કર્મીઓનો કારમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં 3 પોલીસ કર્મી ગીતો પર ઝૂમી રહ્યા હતા. ખાખી વરદીની ગરિમા ન જાળવાતા તેઓ લાગભગ 3 થી 4 મિનિટ સુધી ગીતમાં ઝૂમ્યા હતા
ADVERTISEMENT
મોજમસ્તીમાં બનાવેલો આ વીડિયો વાયરલ થતાં મીડિયા સમક્ષ આવ્યો હતો. જે બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલ વીડિયો અંગે VTV સમર્થન કરતું નથી
આખરે વરદીની શાન ન જાળવતા પૂર્વ કચ્છ પોલીસના કર્મચારીના વાયરલ વીડિયો મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. તાબડતોબ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડા મયુર પાટિલે વર્દીમાં ડાન્સ કરી રહેલા આ પોલીસકર્મીઑ પર સખ્ત કાર્યવાહી કરી છે.
મહેસાણાની પોલીસકર્મી અલ્પિતા ચૌધરી પણ વીડિયોનો બનાવવાનો મામલે અનેક વખત સસ્પેન્ડ થઈ ચૂકી છે કારણ કે ડ્યૂટી પર યુનિફોર્મમાં વીડિયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર મૂકવો પોલીસ સંહિતાનો ભંગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.