બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Video of Dhirendra Shastri with Peacock in Ahmedabads farm house goes viral
Mahadev Dave
Last Updated: 07:32 PM, 29 May 2023
ADVERTISEMENT
ગુજરાત પ્રવાસે આવેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતમાં ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. દૂરદૂરથી લોકો દિવ્ય દરબારમાં જોડાવા માટે પહોંચી રહ્યાં છે. સુરતમાં દિવ્ય દરબાદ કર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઇ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા. જો કે અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે છેલ્લી ઘડીએ તેમનો દિવ્ય દરબાદ રદ કરવાની ફરજ પડી હતી. જો કે આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મોર સાથે હળવાશની પળોમાં નજરે પડી રહ્યાં છે.
ADVERTISEMENT
વીડિયોમાં દ્રશ્યમાન થાય છે કે...
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી એક ફાર્મ હાઉસમાં મોર અને ઢેલ સાથે હળવાશની પળોમાં નજરે પડી રહ્યાં છે. મોર અને ઢેલ સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઝૂમી રહ્યાં છે અને કૂદકા મારી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. આ માટે તમામ તૈયારીઓ પણ કરવામાં આવી હતી, જો કે છેલ્લી ઘડીએ વરસાદને કારણે દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે.
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઇને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. તેમના સનાતની ધર્મના પ્રચાર પ્રસારના મેસેજથી ગુજરાતમાંથી અનેક જાણીતી સંસ્થાઓએ સહકાર આપવાની જાહેરાત કરી છે. ત્યારે આગામી દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ અને અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાનાર છે જે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT