Viral Video / ભાવનગરના ASI નો વિડીયો વાયરલ, માસ્ક વગર જ ASI એ લોકો પાસે વસુલ્યો દંડ

ભાવનગરના વરતેજમાં માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારતા પોલીસ કર્મચારી જ માસ્ક વિના જોવા મળ્યાં. જી હાં અહીં માસ્ક વગર જ ASIએ લોકો પાસે દંડ વસૂલતા જોવા મળ્યાં. માસ્ક વિના દંડ ફટકારતા ASIનો વીડિયો વાયરલ થયો છે. માસ્ક વિના દંડ ફટકારતા ASI ને જ્યારે લોકોએ પૂછ્યું કે શું પોલીસકર્મીને નિયમો લાગૂ નથી પડતાં તો તેમણે ASI જવાબ આપ્યો હતો કે, કલેક્ટરને પૂછજો પોલીસ માટે કાયદો છે કે નહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ