બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ગામડામાં IPL જેવી ક્રિકેટ ટુર્નામેન્ટ, ચોગ્ગા-છગ્ગા પર દેશી ચીયરલીડર્સે લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ
Last Updated: 08:46 PM, 17 January 2025
આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં દરરોજ અવનવું જોવા મળે છે. ત્યારે હાલમાં જ એક મજેદાર વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને ખ્યાલ જ હશે કે ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો બધો છે કે તમને લોકો શેરીઓથી લઈને ગામડાઓ અને શહેરો સુધી દરેક જગ્યાએ ક્રિકેટ રમતા જોવા મળશે. ટેનિસ બોલથી લઈને ચામડાના બોલ સુધી અહીં વિશાળ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. નાના ગામડાઓ અને નગરોમાં પણ કરોડો રૂપિયા ખર્ચીને ઘણી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક ગામનો આવો જ નજારો જોવા મળ્યો. જ્યાં ગામના લોકોએ IPL ની જેમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગામમાં ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આખું ગામ આ મેચ જોવા માટે એકઠું થયું છે. લાઈવ કોમેન્ટ્રી સાથે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. બેટ્સમેન પીચ પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી રહ્યો છે. જ્યારે પણ બેટ્સમેન ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે, ત્યારે એક ચીયરલીડર્સ મેદાનની બહાર સ્ટેજ પર ઠુમકા લગાવતી જોવા મળે છે. તો બીજી તરફ ગામના લોકો આ મેચનો ખૂબ આનંદ માણી રહ્યા છે.
વધુ વાંચો : ભક્તોને પ્રસાદમાં પાન, 13 પ્રકારના રોગ મટાડવાનો દાવો, મહાકુંભમાં હવે 'પાન બાબા' વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને લાખો લોકો દ્વારા જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. જ્યાં એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું - આવી ક્રિકેટ ફક્ત બિહારમાં જ યોજાઈ શકે છે. વધુ એક યુઝરે લખ્યું, અડધાથી વધુ લોકો ક્રિકેટ છોડીને ફક્ત ડાન્સ જોવા આવ્યા હશે. અન્ય એક યુઝરે લખ્યું, આ મેચ કરતાં ઓર્કેસ્ટ્રા જેવું લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.