બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Video: કૈલાસ પર આવેલ આ તળાવના પાણીનો રંગ બદલતો રહે છે, એક સમયે રાવણે કર્યું હતું તેમાં સ્નાન!

અજબ ગજબ / Video: કૈલાસ પર આવેલ આ તળાવના પાણીનો રંગ બદલતો રહે છે, એક સમયે રાવણે કર્યું હતું તેમાં સ્નાન!

Last Updated: 02:27 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈલાસ પર્વતની આસપાસ ઘણા તળાવો આવેલા છે અને બધાની માન્યતા અલગ અલગ છે, કૈલાસ પર્વત જતાં રસ્તામાં "રાક્ષસનું તળાવ" પણ આવે છે અને આ તળાવનું પાણી આટલું ઝેરી છે કે તેમ એક માછલી પણ જીવતી નથી રહી શકતી.

પુરાણો અને ઘણા ગ્રંથોમાં કૈલાશ પર્વત અને માનસરોવર તળાવનું ઘણું મહત્વ છે અને કૈલાશ પર્વતની નજીક બે સ્થાનો આવેલા છે, જેમાંથી એક છે રાક્ષસ તાલ અને કહેવાય છે કે અહીં સ્નાન કરવાની મનાઈ છે. રાક્ષસતાલ છે તેનો અર્થ થાય છે "રાક્ષસનું તળાવ" અથવા "શેતાનનું તળાવ" અને આ તળાવ અર્ધચંદ્રાકાર આકારનું ખારા પાણીનું તળાવ છે. કહેવાય છે કે અર્ધચંદ્રાકાર આકાર એ અંધકારનું પ્રતીક છે અને માન્યતાઓ અનુસાર, આ તે જ સ્થાન છે જ્યાં રાવણે તપસ્યા કરી હતી અને ભગવાન શિવની પૂજા કરી હતી.

ઘણા લોકો એવું કહે છે કે આ તળાવ રાવણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. એક કહાની એવી પણ છે કે રાવણ કૈલાસ પર્વત પર ગયો એ પહેલા તેને આ તળાવમાં સ્નાન કર્યું હતું અને જ્યારે રાવણે આમાં ડૂબકી લગાવી હતી, ત્યારે આ તળાવ આસુરી શક્તિઓના કબજામાં આવી ગયું હતું.

આ તળાવનું પાણી ખૂબ ખારું છે અને એટલું ખારું કે તેમાં માછલી કે અન્ય કોઈ પ્રાણી જીવતા રહી શકતા નથી. ઘણા સ્થાનિક લોકોનો દાવો છે કે દર થોડા મહિને આ પાણીનો રંગ બદલાય છે. આ ઉપરાંત પાણીમાં સ્નાન કરવાની પણ મનાઈ છે અને જો તેની પાછળના વૈજ્ઞાનિક કારણની ચર્ચા કરીએ તો કહેવાય છે કે તેના પાણીમાં કેટલાક ખાસ પ્રકારના કુદરતી ગેસ ઉત્પન્ન થાય છે પાણીને થોડું ઝેરી બનાવે છે.

વધુ વાંચો: VIDEO: આ દેશે એલિયન્સને કેદ કરીને રાખ્યા છે! વર્ષોથી રિસર્ચ ચાલતું હોવાનો દાવો

હવે એક તરફ જ્યાં માનસરોવર માછલીઓ અને જળચર વનસ્પતિઓથી સમૃદ્ધ છે ત્યારે રાક્ષસ તાલમાં એક માછલી પણ જોવા મળતી નથી અને સ્થાનિક તિબેટીયન લોકોમાં એવી માન્યતા છે કે આ તળાવના પાણીમાં સ્નાન કરવાથી શરીરમાં નેગેટિવ એનર્જી આવી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rakshastal Story Rakshastal Lake Rakshastal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ