બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:06 PM, 11 October 2024
ફક્ત ગુજરાતમાં જ નહીં આખા દેશમાં જલેબી મીઠાઇ તરીકે ઘણી ફેમસ છે અને બનારસમાં તો લોકો સવારે દહીંમાં મિક્સ કરીને જલેબી ખાય છે આ સિવાય જલેબી રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય ઘણા શહેરોમાં ખૂબ લોકપ્રિય છે. પણ આ જલેબી ન તો ગુજરાતની છે ન તો ભારતની..તો પ્રશ્ન એ થાય કે આ જલેબી કયા દેશની મીઠાઈ છે અને ભારતમાં જલેબી કેવી રીતે પહોંચી ?
ADVERTISEMENT
જલેબીનો ઈતિહાસ મધ્ય પૂર્વના ઈસ્લામિક દેશનો છે અને ત્યાંનાં પુસ્તકમાં 'જલાબિયા' નામની મીઠાઈનો ઉલ્લેખ છે, જે અરબી શબ્દ છે અને ત્યાંનાં રસોઇ ગ્રંથમાં આ જલાબિયા બનાવવાની ઘણી વાનગીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
એવું કહેવાય છે કે જલેબીની ઉત્પત્તિ ઈરાનની છે અને ઈરાનમાં તેને જુલબિયા તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને રમઝાન મહિનામાં ખાવાની પરંપરા ધરાવે છે. ઈતિહાસકારોના મતે વર્ષો પહેલા જ્યારે મધ્ય પૂર્વના ઈસ્લામિક દેશોના વેપારીઓ, કારીગરો, આક્રમણકારો ભારતમાં આવ્યા ત્યારે તેમની સાથે જલેબી ભારતમાં પહોંચી હતી.
જુલબિયા ઈરાનમાં પણ આટલી જ લોકપ્રિય છે, પરંતુ ભારતીય જલેબીથી અલગ છે, મધ્ય પૂર્વના દેશોમાં તેને બનાવતી વખતે મધ અને ગુલાબજળની ચાસણીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં તેને સાદી ખાંડની ચાસણીમાં ડૂબાવીને બનાવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.