બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Video: I have not said till today, today I will say that PM Modi's role in breaking the Kamal Nath government: BJP leader

દાવો / Video: મેં આજ સુધી કહ્યું નથી, આજે કહું છું કે કમલનાથ સરકાર તોડવામાં PM મોદીની ભૂમિકાઃ ભાજપ નેતા

Nirav

Last Updated: 11:44 PM, 16 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય એ એક મોટું નિવેદન કર્યું છે જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારને પછાડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ ભૂમિકા હતી.

  • ભાજપ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો 
  • MP ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય એ કર્યો દાવો 
  • કહ્યું," કમલનાથની સરકાર પાડવામાં પીએમ મોદીની ભૂમિકા હતી 

ભાજપ ના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકારને ઉથલાવવામાં જો કોઈની મહત્વની ભૂમિકા હોય, તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ હતા. આ નિવેદન પછી કોંગ્રેસે ભાજપ અને પીએમ મોદી ની ભૂમિકાને લઈને આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તાએ વિડીયો શેર કર્યો 

મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ કૈલાશ વિજયવર્ગીય નો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ સાથે તેમણે લખ્યું કે, 'દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ચૂંટાયેલી બંધારણીય સરકારને ગેરબંધારણીય રીતે ગબડાવે છે. તેમ ભાજપ ના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયનું કહેવું છે. મોદીજીએ જ MPની કમલનાથ સરકારને ગબડાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના આક્ષેપોની પુષ્ટિ ...

24-સેકન્ડના આ વીડિયોમાં કૈલાશ વિજયવર્ગીય કહે છે કે, 'હું પડદા પાછળ વાત કરું છું, કોઈને કહો નહીં. મેં આજ સુધી કોઈને કહ્યું નથી. હું પ્રથમ વખત આ મંચ પર કહી રહ્યો છું કે કમલનાથજીની સરકારને પછાડવામાં કોઈએ મહત્વની ભૂમિકા ભજવી હોત તો તે નરેન્દ્ર મોદીજી હતા, ધર્મેન્દ્ર પ્રધાન નહીં.

ભાજપ કૃષિ કાયદાઓને લઇને કરી રહ્યું છે સભાઓનું આયોજન 

મધ્યપ્રદેશમાં, કેન્દ્ર સરકાર ના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિરોધ વચ્ચે ભાજપ આ કાયદાઓની વિશેષતાઓને સમજાવવા માટે ખેડૂત સંમેલનોનું આયોજન કરી રહ્યું છે. ઇન્દોરમાં કિસાન સંમેલન પણ યોજાયું હતું, જેમાં વિજયવર્ગીય અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

સલુજાએ કહ્યું કે કૈલાશ વિજયવર્ગીય જાતે જ તેમના મોઢામાં કહી રહ્યા છે કે કમલનાથ સરકારને પછાડવામાં પીએમ નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા હતી. કોંગ્રેસ શરૂઆતથી જ આ કહેતી રહી છે, પરંતુ સરકારના પતન પાછળ કોંગ્રેસ ની આંતરિક લડતને ભાજપ જવાબદાર ગણવતું આવ્યું છે પરંતુ આજે સત્ય આખરે જીભ ઉપર આવી ગયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kailash Vijayvargiya Madhya Pradesh kamalnath government કૈલાશ વિજયવર્ગીય કોંગ્રેસ Claim
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ