બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: નતાશા સાથે તલાક બાદ પહેલીવાર દેખાયો હાર્દિક પંડયા, મોઢા પર દર્દ છતું થયું

ક્રિકેટ / VIDEO: નતાશા સાથે તલાક બાદ પહેલીવાર દેખાયો હાર્દિક પંડયા, મોઢા પર દર્દ છતું થયું

Last Updated: 11:26 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાસા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી પ્રથમ વખત જાહેર સ્થળે દેખાયો છે.

Hardik Pandya Natasa Stankovic Divorce: ભારતીય ટીમ 22 જુલાઈએ શ્રીલંકા જવા રવાના થઈ ગઈ છે. શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી ત્રણ ODI અને T20 મેચ રમશે. દરમિયાન હાર્દિક પંડ્યા પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેણે થોડા દિવસો પહેલા નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાની પુષ્ટિ કરી હતી. હવે છૂટાછેડા પછી પહેલીવાર જાહેર સ્થળે જોવા મળી રહયો છે. અહીં તેણે ટીમ ઈન્ડિયાના નવા ચૂંટાયેલા આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે ઈમોશનલ ક્ષણ પણ શેર કરી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તમામ ભારતીય ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ એરપોર્ટની અંદર પ્રવેશી રહ્યા છે. પરંતુ અંદર જતા પહેલા હાર્દિક પંડ્યાએ ચહેરા પર સ્મિત સાથે અભિષેક નાયરને ગળે લગાવ્યો. હાર્દિક ખરેખર ખુશ છે કે તેના હાસ્ય પાછળ તેનું દુઃખ છુપાયેલું છે. તેની હકિકત તો તેને ખબર હશે. પરંતુ નતાશા સાથે છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ તેના અંગત જીવનમાં ઉથલપાથલ મચી છે. હાલમાં હાર્દિકનો પુત્ર અગસ્ત્ય પણ તેની સાથે નથી.

Website_Ad_1200_1200_3.width-800

હાર્દિક માત્ર T20 સિરીઝ રમશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે અને 30 જુલાઈ સુધી ચાલશે. આ ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે, જ્યારે હાર્દિક ઓલરાઉન્ડર તરીકે ટીમ સાથે જોડાશે. નવાઈની વાત એ છે કે હાર્દિક માત્ર T20 સિરીઝમાં જ રમતા જોવા મળશે કારણ કે અંગત કારણોસર તેણે ODI સિરીઝમાં રમવાનો ઇનકાર કર્યો હતો.

hardik-pandya-3

હાર્દિકે તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. 144 રન બનાવવાની સાથે તેણે ટૂર્નામેન્ટમાં 11 વિકેટ પણ લીધી હતી. આવી સ્થિતિમાં શ્રીલંકા પ્રવાસમાં પણ તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

વધું વાંચોઃ હાર્દિકના સ્થાને સૂર્યકુમારની કેમ કરાઇ T20 ટીમના કેપ્ટન તરીકે પસંદગી? ગંભીર-અગરકરે કર્યો ખુલાસો

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી

તાજેતરમાં હાર્દિક અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને છુટાછુટા લીધા હોવાનું જાહેર કર્યુ હતું. બંનેએ પોસ્ટમાં લખ્યું, '4 વર્ષ સુધી સાથે રહ્યા પછી નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમારું શ્રેષ્ઠ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંને માટે શ્રેષ્ઠ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય હતો કારણ કે અમે એકતા, પરસ્પર આદર અને સાથીદારીનો આનંદ માણ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Natasa Stankovic Divorce Cricket News Hardik Pandya Divorce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ