બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Video goes viral From vaccination center in Vesu, Surat city
Last Updated: 11:55 PM, 6 May 2021
ADVERTISEMENT
સુરતના વેસુ વેક્સિનેશન સેન્ટર પર બબાલના મામલે વધુ કેટલાક વીડિયો સામે આવ્યા છે. વેક્સિનેશન સેન્ટરની અંદરની ધમાલના વીડિયો સામે આવ્યા છે. જેમાં વેક્સિન લેવા ગયેલા લોકોએ વેક્સિન સેન્ટરની અંદર ધમાલ અને તોડફોડ કરી હતી. વેક્સિનેશન રૂમનું બારણું તોડી સ્ટાફ ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ થયો હતો.
ADVERTISEMENT
ટોળાથી બચવા માટે વેક્સિનેશન રૂમની અંદર સ્ટાફે બારણું બંધ કરી દીધુ હતું. આમ છતાં ધમાલ કરનારા યુવકોએ બારણું પણ તોડી નાંખ્યું હતું. અને વેક્સિનેશન રૂમની બારીમાંથી સ્ટાફ પર સાવરણી ફેંકી હતી. આ ઘટના બાદ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. લાગવગથી વેક્સિન અપાતી હોવાના આક્ષેપ સાથે લોકોએ ધમાલ મચાવી હતી.
ઘર્ષણ પછી તંત્રએ લીધો આ નિર્ણય
સુરતમાં વેક્સિનેશનને લઈને સિનિયર સિટીઝન અને પોલીસ વચ્ચે ધર્ષણ સર્જાયું હતું. જેને લઈને સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે 45 વર્ષથી વધુ વયના નાગરિકોને મેસેજથી જાણ કરવામાં આવશે. ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ વર્કરને પણ મેસેજથી જાણ કરાશે અને જેમને SMS મળે તેમણે જ સેન્ટર પર જઇ વેક્સિન લેવાની રહેશે.
સુરતમાં વેક્સિન લેવા ગયેલા સિનિયર સિટિઝન પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. માત્ર 80 લોકોને રસી આપવામાં સગા વ્હાલાને રસી આપી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે મુદ્દે સિનિયર સિટિઝને વાંધો ઉઠાવતા વેક્સિન સેન્ટરમાંથી પોલીસ નાગરિકો બહાર લઈ આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.