બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 10:13 AM, 2 April 2024
સ્માર્ટફોન આપણા કામની વસ્તુ ત્યારે જ બને જ્યારે તેમાં સિમ કાર્ડ નાખવામાં આવે. કોલ કરવા, SMS અને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવા માટે એક સિમ કાર્ડ જરૂરી છે. આપણે બધા એ પણ જાણીએ જ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં, ઓનલાઈન ફ્રોડ અને સિમ કાર્ડ સ્વેપિંગ ફ્રોડના કેસોમાં ઝડપથી વધારો થયો છે અને આપણું સિમ કાર્ડ આપણા બેંક ખાતા અને યુપીઆઈ સાથે લિંક થયેલું હોય છે અને જો ભૂલથી પણ જો તે સ્કેમર્સના હાથમાં આવી જાય અથવા તેઓ તેનો ઍક્સેસ મેળવી લે આપણે સાથે સ્કેમ અથવા ફ્રોડ થઈ શકે છે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં સિમ કાર્ડને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે, હવે જો તમે ઈચ્છો તો તમારું સિમ કાર્ડ લોક કરી શકો છો, જેથી ફોન ચોરાઈ જવા કે ખોવાઈ જવાની સ્થિતિમાં કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર છો તો તમે ફોનની સેટિંગ્સ બદલીને સરળતાથી સિમ કાર્ડ લોક કરી શકો છો અને માટે સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ.
ADVERTISEMENT
- હવે સર્ચ બારમાં SIM Card Lock ટાઈપ કરીને સર્ચ કરો.
- જેમાં તમને સિક્યોરીટી સ્ટેટ્સ, ડિવાઇસ સિક્યોરીટી, એપ ઈન્સ્ટોલેશન જેવા ઓપ્શન મળશે,
- તમારે ડિવાઇસ સિક્યોરીટીમાં SIM Card Lock પર ટેપ કરો.
- હવે ઓપ્શન મળશે કે તમે SIM 1 કે SIM 2 ક્યૂં લોક કરવા માંગો છો..
- સિમ કાર્ડને લોક કરવા માટે ડિફોલ્ટ પિન નંબર માંગશે
હવે જ્યારે પણ તમે સિમ કાર્ડ ખરીદો છો ત્યારે તેના પેકેટમાં પિન નંબર આપવામાં આવે છે. તેની મદદથી તમે સેટિંગ્સ બદલી શકો છો પરંતુ જો તમારી પાસે ડિફોલ્ટ પિન નંબર નથી તો તમે સિમ લોક કરી શકશો નહીં.એ પછી સિમ કાર્ડ લૉક કરતી વખતે તમે તમારી પસંદગીનો પિન જનરેટ કરવાનો વિકલ્પ પણ મળશે. ધ્યાન રાખો કે તમે જે પણ પિન જનરેટ કરો છો, તેને યાદ રાખો. હવે પિન સેટ કર્યા પછી, જ્યારે પણ તમારો ફોન રિસ્ટાર્ટ થશે, તમારે સિમ એક્ટિવેટ કરવા માટે આ પિન દ્વારા તેને અનલૉક કરવું પડશે.
વધુ વાંચો: Voter ID છે પણ મતદાર યાદીમાં નામ નથી તો વોટ આપી શકશો નહીં, આ રીતે ઓનલાઈન કરી લો ચેક
સૌથી સારી વાત એ છે કે ત્રણ વખત ખોટું પિન એન્ટર કરવામાં આવશે તો એ પછી તમારી પાસે PUK એટલે કે પિન અનલોક કી માંગવામાં આવશે, ટેલિકોમ ઓપરેટરનો સંપર્ક કર્યા પછી જ જાણી શકાય છે. એટલે કે ત્રણ વખત પિન એન્ટર કર્યા પછી સીમ આપમેળે બ્લોક થઈ જશે અને સિમને અનબ્લોક કરવા માટે તમારે ઓપરેટરની મદદ લેવી પડશે. જ્યારે તમે ઓપરેટર પાસે puk ત્યારે એ તમારી પાસે આઇડેન્ટિટી પ્રૂફ માંગે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.