બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: Foot slips from platform, mother hugs children and Train passes over

બિહાર / VIDEO: પ્લેટફૉર્મ પરથી પગ લપસ્યો, તો માતાએ બાળકોને છાતીએ લગાવી લીધા... ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, દ્રશ્ય જોઈને રડી પડ્યા લોકો

Megha

Last Updated: 01:08 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક માતા તેના બે બાળકો સાથે રેલવે ટ્રેક વચ્ચે પડી ગઈ અને ટ્રેન ચાલવા લાગી. આ દરમિયાન મહિલા તેના બાળકને તેની છાતી પાસે પકડીને પડી રહી હતી

  • બિહારના બાઢ રેલવે સ્ટેશનમાં કુદરતનો ચમત્કાર જોવા મળ્યો હતો
  • મહિલા તેના બે બાળકો સાથે પ્લેટફોર્મ પરથી લપસી ગઈ 
  • લોકો મહિલા અને બાળકોને બચાવી શકે ત્યાં સુધીમાં ટ્રેન ચાલવા લાગી અને.. 

કહેવાય છે કે, 'જાકો રખે સૈયાં, માર સકે ના કોઈ' અને આ કહેવત શનિવારે બાઢ રેલવે સ્ટેશન પર સાચી પડી. બિહારના બાઢ રેલવે સ્ટેશનમાં કુદરતનો ચમત્કાર જોવા મળ્યો હતો. અંહિયા એક-બે નહીં પરંતુ ત્રણ લોકોના જીવ એવા સમયે બચી ગયા જ્યારે બધાએ આશા છોડી દીધી હતી. 

આ મામલો પટના જિલ્લાના બાઢનો છે જ્યાં નવી દિલ્હી જવા માટે શનિવારે એક વ્યક્તિ તેના બે બાળકો અને પત્ની સાથે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર પહોંચ્યો હતો. થોડી વારમાં વિક્રમશિલા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવી. ટ્રેન આવતાની સાથે જ મોટી સંખ્યામાં મુસાફરો તેની તરફ દોડી આવ્યા હતા. સ્ટેશન પર ભારે ભીડને કારણે મહિલા તેના બે બાળકો સાથે પ્લેટફોર્મ પરથી નીચે પડી ગઈ હતી. જો કે આ સમય સુધીમાં મહિલાનો પતિ ટ્રેનમાં ચડી ગયો હતો. 

ટ્રેનમાં ચડતી વખતે મહિલા તેના બે બાળકો સાથે પ્લેટફોર્મ પરથી લપસી ગઈ અને ટ્રેન અને પાટા વચ્ચે ફસાઈ ગઈ. લોકો મહિલા અને તેના બાળકોને બચાવી શકે ત્યાં સુધીમાં ટ્રેન આગળ વધવા લાગી હતી. આ સમય દરમિયાન, મહિલા તેના બે બાળકોને છાતી સાથે પકડીને ટ્રેકની નજીક પડી રહી હતી. જ્યારે આખી ટ્રેન પસાર થઈ ગઈ, ત્યારે મહિલા અને તેના બાળકોને બહાર કાઢવામાં આવ્યા. ત્રણેય સલામત અને સ્વસ્થ હતા. લોકોએ તાત્કાલિક ત્રણેયને સારવાર માટે મોકલી આપ્યા હતા.

આ દરમિયાન લોકોને લાગ્યું કે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હશે પરંતુ જેવી ટ્રેન પસાર થઈ ગઈ એ બાદ રેલવે પોલીસના જવાનો અને ત્યાં હાજર લોકોએ મહિલાને ઉપાડી અને બંને બાળકોને ખોળામાં લઈને રેલવે પોલીસ સ્ટેશન પહોંચી અને જાણ કરી. આ દરમિયાન મહિલાનો પતિ રવિ કુમાર પણ તેની બેગ છોડીને ટ્રેનમાંથી કૂદી ગયો હતો. સ્ટેશન પર આ ઘટના નિહાળનારા લોકોના શ્વાસ થોડી ક્ષણો માટે અધ્ધર થઈ ગયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Patna News Video viral bihar news railway accident બિહાર વાયરલ વિડીયો Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ