Team VTV01:05 PM, 22 Oct 21
| Updated: 02:07 PM, 22 Oct 21
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં લાલબાગ વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આ 60 માળની બિલ્ડિંગના 19 મા માળે લાગી છે.
મુંબઈની બહુમાળી ઈમારતમાં આગ લાગી
આગના ધુમાડાના દૂરથી જોઈ શકાય છે.
બિલ્ડિંગમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ રહે છે
મુંબઈની બહુમાળી ઈમારતમાં આગ લાગી
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લાલબાગ વિસ્તારમાં 60 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ગંભીર છે કે તે 17 મા માળેથી 25 મા માળે ફેલાઈ ગઈ છે. ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાય છે. બિલ્ડિંગમાંથી જ્વાળાઓ બહાર આવી રહી છે. જાણવા મળ્યું છે કે કરી રોડ વિસ્તારમાં આવેલી આ ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે. હાલમાં ફાયર વિભાગના અનેક વાહનો ઘટનાસ્થળે હાજર છે.
બિલ્ડિંગમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ રહે છે
હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઇમારતની નજીક અન્ય રહેણાંક ઇમારતો છે. આવી સ્થિતિમાં ચિંતા છે કે જો આગને વહેલી તકે બુઝાવવામાં નહીં આવે તો મોટું નુકસાન થઈ શકે છે. આ બિલ્ડિંગમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ રહે છે. આ બિલ્ડિંગનું નામ છે 'અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટ'. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનાની જાણ મુંબઈના મેયર કિશોરી પેડણેકર થતાં ઘટનાસ્થળે પહોંચી ગયા છે
બાલ્કનીમાંથી નીચે કુદેલા માણસનું મોત નીપજ્યુ
બિલ્ડિંગમાં લાગેલી આગના વીડિયો મુજબ, એક માણસ આગથી બચવા માટે બાલ્કનીમાંથી લટકી ગયો, પણ નીચે પડી ગયો. બાદમાં ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે. આ માણસનું નામ અરુણ હતું અને ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક ફ્લેટનું આંતરિક કામ ચાલી રહ્યું હતું.