બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : લેડી પોલીસ ઈન્સ્પેક્ટરે ઘેર બોલાવીને મેરિડ ઈન્સ્પેક્ટર સાથે કર્યાં રંગરેલિયા, મચ્યું રમખાણ

જુઓ વાયરલ વીડિયો / VIDEO : લેડી પોલીસ ઈન્સ્પેક્ટરે ઘેર બોલાવીને મેરિડ ઈન્સ્પેક્ટર સાથે કર્યાં રંગરેલિયા, મચ્યું રમખાણ

Last Updated: 04:02 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના આગરામાં એક પોલીસ ઈન્સપેક્ટર લેડી ઈન્સપેક્ટર સાથે વાંધાજનક હાલતમાં પત્નીએ પકડી પાડતાં હોબાળો મચાવ્યો હતો.

તક મળતાં પુરુષો કે મહિલાઓ લગ્નેત્તર સંબંધો બાંધતા અચકાતા નથી. લગ્ન બહારના સંબંધો પાછળ શારીરિક જરુરિયાતો સંતોષવાનું બની રહેતું હોય છે. જોકે ઘણી વાર બીજા પણ કારણો છે. અહીં વાત કરવી છે લગ્ન બહારના આવા જ એક કિસ્સાની. આ કિસ્સામાં પોલીસ ખાતામાં ટોપના બે અધિકારીઓ એક પુરુષ અને મહિલા લગ્ન બહારના સંબંધો બાંધતા ઝડપાયા છે.

પોલીસ ઈન્સપેક્ટર લેડી ઈન્સપેક્ટર સાથે મનાવતા હતા રંગરેલિયા

યુપીના આગ્રાના રકાબગંજ પોલીસ સ્ટેશનના લેડી ઈન્સ્પેક્ટરના સત્તાવાર આવાસ પર શનિવારે સાંજે હંગામો થયો હતો. એક મહિલા તેના પરિવાર સાથે મેરઠથી આવી હતી. તેના ઈન્સ્પેક્ટર પતિને ઈન્સ્પેક્ટર રકાબગંજના સત્તાવાર નિવાસસ્થાને પકડ્યો હતો. આ પછી પત્ની તેના પિયરવાળા સાથે મળીને પતિને લેડી ઈન્સપેક્ટરના ઘર બહાર ખેંચી લાવી હતી. પત્નીએ પતિને ખૂબ માર માર્યો હતો. પોલીસ કર્મચારીઓ તેમને બચાવવાને બદલે વીડિયો બનાવતા રહ્યા. ત્રણની ધરપકડ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો : મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, મંદિર પરિસરમાં દિવાલ ધરાશાયી, 9 બાળકોના દર્દનાક મોત

સાળો ઈન્સપેક્ટર બનેવીને બનિયાન પકડીને બહાર લાવ્યો

રકાબગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહિલા ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી મકાનમાં રહે છે તેમની અને અહીંના પોલીસ ઈન્સપેક્ટર વચ્ચે ઈલુ ઈલુ ચાલતું હતું અને અવારનવાર ઘરમાં મળતાં હતા. આ વાતની પત્નીને ખબર પડી જતાં તે પિયરવાળા સાથે દોડી આવી હતી. દરવાજો ખોલતાં તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા. લેડી ઈન્સ્પેક્ટર અને એક યુવકને અંદરથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. એ યુવક પણ ઇન્સ્પેક્ટર હતો. સાળાએ ઈન્સપેક્ટર બનેવીને બનિયાન પકડીને બહાર લાવ્યો હતો અને મેથીપાક આપ્યો હતો.

પોલીસકર્મીએ ઈન્સ્પેક્ટરની પત્નીને પતિના લફરાની જાણ કરી

પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ ઈન્સ્પેક્ટરની પત્નીનો સંપર્ક કર્યો હતો અને આ પછી તે આગરા દોડી આવી હતી. તેના પતિની કાર ઈન્સ્પેક્ટરના ઘરની બહાર પાર્ક કરેલી હતી. મેરઠથી આવેલી મહિલાનો ભત્રીજો પણ હુમલામા સામેલ હતો.

નોઈડમાં પ્રેમ થયો

ઈન્સ્પેક્ટર પવન નગરની પત્નીએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ અગાઉ નોઈડામાં પોસ્ટેડ હતો. એક મહિલા ઇન્સ્પેક્ટર પણ ત્યાં તૈનાત હતી. બંને વચ્ચે મિત્રતા બંધાઈ. તે સમજી શકતી નથી કે તેના પતિ શું ઈચ્છે છે. તમે જૂઠું કેમ બોલો છો? પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેનો પતિ ઈન્સ્પેક્ટર પાસેથી મોટી રકમ લેવા માટે પૂરતો લોભી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Woman Inspector caught Agra Woman Inspector caught Agra Inspector affair
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ