બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO: Fearless miscreants start abducting women in broad daylight, get exhausted in 10 seconds

ક્રાઈમ / VIDEO: બેખૌફ બદમાશો, ધોળે દિવસે મહિલાનું કરવા લાગ્યા અપહરણ, 10 સેકન્ડમાં ખેલ ખલાસ

Vishal Khamar

Last Updated: 07:22 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના યમુના નગરમાં એક મહિલાના અપહરણની ઘટનાએ અપહરણકારોને વળતો જવાબ આપ્યો જ્યારે પીડિતાએ ડરવાની જગ્યાએ બુમો પાડવાનું શરૂ કર્યું. પોલીસે મહિલાની ફરિયાદ પર FIR નોંધી છે

  • હરિયાણાના યમુના નગરમાં એક મહિલાનો અપહરણનો પ્રયાસ
  • અપહરકારોને જોઈ મહિલાએ બુમો પાડવાનું શરૂ કર્યું
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

હરિયાણાના યમુના નગરમાં ચોંકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં કેટલાક અસામાજીક તત્વોએ ધોળા દિવસે મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેઓ નિષ્ફળ ગયા હતા. ત્યારે મહિલાએ બુમાબુમ કરી મુકતા આરોપીઓ ભાગી ગયા હતા. ત્યારે પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે સીસીટીવીના આધારે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીની પૂછતાછ કરવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ત્રણ વ્યક્તિ મહિલાની કારમાં આવીને બેસી ગયા
મળતી માહિતી મુજબ મહિલા 31 ડિસેમ્બરે જીમમા ગયા બાદ તે પરત ઘરે આવી રહી હતી. ત્યારે તે પોતાની કારમાં બેઠી કે તરત જે કેટલાક શખ્શો તેની કારમાં જબરજસ્તી બેસી ગયા હતા. જેમાં બે હુમલાખોરો ડાબી બાજુથી આવ્યા હતા. જ્યારે બીજો હુમલાખોર જમણી બાજુથી આવ્યા અને કારમાં બેસી ગયા હતા. ત્યારે હુમલાખોર જેવો કારમાં બેઠો કે તરત જ મહિલા કારમાંથી ઉતરી બુમાબુમ કરી દીધી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
મહિલાએ બુમાબુમ કરી મુકતા હુમલાખોરો કારમાંથી નીચે ઉતરી નાસી ગયા હતા. ત્યારે આ બાબતે પોલીસને જાણ કરતા ડીએસપી કંવલજીત સિંહ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે ડીએસપી સિંહે કહ્યું કે આ મામલે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. તેમજ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકોને ઈરાદો શું હતો અને આ લોકો કઈ ગેંગના છે. આ સંપૂર્ણ માહિતી તપાસ બાદ જ ખબર પડે.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Haryana Police Women kidnapping અપહરણ પોલીસ મહિલા હરિયાણા hariyana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ