બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Video: 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં ઝળહળી ઉઠ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, 60 દિવસમાં જ 5 રત્નકલાકારોની મહેનત રંગ લાવી
Last Updated: 08:27 PM, 20 January 2025
શપથ લીધા પછી ટ્રમ્પ શું કરવાના છે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. શપથ ગ્રહણ કરતા પહેલા પોપ ફ્રાન્સિસે પ્રાર્થના કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા એક એવો સમાજ બનાવશે જ્યાં નફરત, ભેદભાવ અથવા બહિષ્કારને કોઈ સ્થાન નહીં હોય. બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપ માટે એક ગુજરાતીએ અમુલ્ય ભેટ મોકલી છે.
ADVERTISEMENT
डायमंड सिटी सूरत ने अमेरिकी राष्ट्रपति @DonaldTrump को हीरे में चमकाया।
— Naresh Parmar (@nareshsinh_007) January 20, 2025
4.5 कैरेट के लैब ग्रोन डायमंड से बनाई डोनाल्ड ट्रम्प की प्रतिकृति।
हीरा डोनाल्ड ट्रम्प को गिफ्ट में दिया जाएगा।@DonaldTrumpGFan #DonaldTrump #DonaldTrump2025 #PresidentTrump #Gujarat #surat pic.twitter.com/P4ZDgX4Plz
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે સુરતના એક વેપારી દ્વારા ખાસ ભેટ તૈયાર કરવામાં આવી છે. સુરતના વેપારીએ 4.30 કેરેટના ડાયમંડ પર અમેરિકાના 47માં રાષ્ટ્રપતિની લાઈવ પ્રતિકૃતિ અંકિત કરી એટલુ જ નહી ભેટમાં આપવા માટે અમેરિકા ખાતે મોકલી આપ્યો છે.
ADVERTISEMENT
એક તરફ અમેરિકામા ચાલી રહેલા શપથ ગ્રહણ સમારોહ પર આખી દુનિયાની નજર રહેલી છે કેમ કે ટ્રંપ દ્વારા અવાર નવાર કહેવામાં આવ્યુ છે કે શપથ ગ્રહણ સમારોહ પછી દેશની જનતાને કરેલા વાયદાઓ પુર્ણ કરવામાં આવશે. વાત તો એટલે સુધી છે કે જેવા શપથ ગ્રહણ કરશે ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રંપ મહત્વના નિર્ણયો લેવા જઇ રહ્યા છે. 100 જેટલી ફાઇલો તૈયાર હોવાનું કહેવાય છે જેના પર ટ્રંપ હસ્તાક્ષર કરીને ઘણુ બધુ બદલવા જઇ રહ્યા છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપ માટે સુરતથી ખાસ ભેટ મોકલવામાં આવી છે.
આ પણ વાંચોઃ 24 કલાકમાં જ રદ થઇ જશે બાઇડનના તમામ સ્ટુપિડ ઓર્ડર, શપથ લીધા પહેલા જ ટ્રમ્પનું મોટું એલાન
સુરત સીટી ડાયમંડ સીટી તરીકે વિશ્વમાં જાણીતી છે. હીરાનું કટ અને પોલિશિંગ ગુજરાતના સુરતમાં કરવામાં આવે છે. દસમાંથી નવ હીરા સુરતમાં તૈયાર થાય છે. શહેરના હજીરા વિસ્તારમાં આવેલી ગ્રીન લેબગ્રોન ડાયમંડ કંપનીના માલિકના પુત્ર દ્વારા અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લે તે પહેલા તેમના માટે આ ડાયમંડ તૈયાર કરી અમેરિકામાં મોકલાયો છે. ત્રણ મહિનાની મહેનત અને અનુભવી રચના કલાકારોની મદદથી 4.30 કેરેટનો આ લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લાઈવ આકૃતિ બનાવવામાં આવી છે.
પીએમ મોદીએ આ જ કંપનીનો ડાયમંડ (ગ્રીન ડાયમંડ) રાષ્ટ્રપતિ જો બિડેનના પત્ની જીલ બિડેનને ભેટમાં આપ્યો હતો. આ લેબગ્રોન ડાયમંડ સાચા હીરાના જેવો જ ચમકતો અને ગુણવત્તા ધરાવતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.