VIDEO - 'Disaster came when Rana Singh was found in front', the bike driver started chanting ... Hanuman chanting
અમરેલી /
VIDEO -'સામે રાણા સિંહ મળ્યાને આફત આવી મોટી', બાઈક ચાલક જપવા લાગ્યો...હનુમાન જાપ, જુઓ પછી શું થયું
Team VTV04:57 PM, 14 Feb 22
| Updated: 04:58 PM, 14 Feb 22
અમરેલીમા જંગલ વિસ્તારમાં બાઈક લઈને જઈ રહેલા એક નાગરિકને ત્યારે પરસેવો છૂટી ગયો જ્યારે અચાનક જ ડાલામથ્થો સાવજ ઘૂરકિયા કરતો સામે આવી ગયો..પલકવારમાં સાવજે અચાનક જ રસ્તો બદલ્યો
જંગલના 'ધૂળિયે મારગ' ભેટી ગયો ડાલામથ્થો સાવજ
કાળ જોઈ બાઈક ચાલકનું શરીર પરસેવે રેબઝેબ થયું
સંકટ મોચક હનુમાનજીનું નામ લેતા જ સિંહ રસ્તો બદલી ગયો
અમરેલીમા જંગલ વિસ્તારના ધૂળિયે મારગ બાઈક લઈને જઈ રહેલા એક નાગરિકને ત્યારે પરસેવો છૂટી ગયો જ્યારે અચાનક જ ડાલામથ્થો સાવજ ઘૂરકિયા કરતો કરતો આવી રહ્યો હતો. એક તો સાંકડો રસ્તો અને બાજુમાં જ ઝાડી-ઝાંખરા. શિયાળાની કડકડતી ઠંડીમાં બાઈક ચાલકનું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. પલકવારમાં જ પોતાની ખતમ થતી જીવાદોરીની કલ્પનાથી ચાલક કાંપી ઉઠ્યો હતો. ગમે તેવા સંકટને હરનાર અને સંકટ મોચક કહેવાતા હનુમાનજી યાદ આવતા બાઈક ચાલક થરથરતા અવાજે 'હનુમાન સ્મરણ કરવા લાગ્યો. આંખ બંધ હતી , તરાપ માત્રની વાર હતી.પળ.. બે પળ.. એક મિનીટ...આંખ ખોલતા જ બાઈક ચાલક ફાટી આંખે જોઈં રહ્યો.. અરે, આ શું ? ડાલામથ્થો આખો રસ્તો જ ચાતરી ગયો. જુએ છે તો સાવજ રસ્તાની જમણી બાજુ ફંટાઈ ગયો. બાઈક ચાલકના જીવમાં ફરી જીવ આવ્યો. અને મનોમન હનુમાનજી બાપાનું સ્મરણ કરતો બાઈકને કિક મારી આગળ વધી ગયો. આ વિડીયો સોશીયમ મીડિયામાં વાયરલ થતા લોકો બાઈક ચાલકની મનોદશા શી હશે તેની કલ્પના માત્ર કરી શક્યા છે.