VIDEO: Dhoni Dhoni Whole stadium buzzes as Mahi enters for training, see what Jadeja did in 'Pushpa' style
IPL 2023 /
VIDEO: ધોની...ધોની...ધોની... ટ્રેનિંગ માટે માહીની એન્ટ્રી થતાં જ આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું, જાડેજાએ 'પુષ્પા' સ્ટાઈલમાં જુઓ શું કર્યું
Team VTV11:50 AM, 28 Mar 23
| Updated: 11:56 AM, 28 Mar 23
CSK એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 34-સેકન્ડનો વીડિયો શેર કર્યો છે, જેમાં આખું સ્ટેડિયમ ધોની... ધોની... થાલા... થાલા...અવાજથી ગુંજી ઉઠ્યું હતું.
ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો વીડિયો વાયરલ
આખું સ્ટેડિયમ ધોની... ધોની...નામે ગુંજી ઉઠ્યું
જાડેજાનો પણ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે
ઈન્ડિયન પ્રીમિયર લીગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 31 માર્ચથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. એવામાં હાલ ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. પ્રેકિટસ દરમિયાનના ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 34-સેકન્ડનો વીડિયો શેર કર્યો છે, જેમાં એમએસ ધોની રાઉન્ડ કટ ટી-શર્ટ, બેટ, હેલ્મેટ, પેડ્સ અને થાઈ પેડ્સ સાથે હાફ ટ્રેક પેઇન્ટમાં ચેન્નાઈના મેદાન પર આવ્યો અને એ સાથે જ ચાહકો સ્ટેડિયમમાં ધોની... ધોની... થાલા... થાલા... કહેવા લાગ્યા હતા. ધીરે ધીરે આખું સ્ટેડિયમ આ અવાજથી ગુંજી ઉઠ્યું હતું.
બીજી તરફ રવીન્દ્ર જાડેજાનો પણ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો વીડિયો શેર કર્યો છે, જેમાં જાડેજા પ્રેક્ટિસ બાદ ડ્રેસિંગ રૂમમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે અને ચાહકોને જોતા જાડેજા સાઉથની લોકપ્રિય ફિલ્મ પુષ્પાના સિગ્નેચર પોઝ આપતા જોવા મળે છે.