કોરોનાના કારણે ભારત દુનિયાભરના અનેક દેશોમાં હાલમાં વિશ્વભરના લાખો લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ત્યારે પ્રોફેશનલ્સ મહત્વપૂર્ણ મીટિંગ્સ માટે વિડીયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમનો ઉપયોગ કરી રહ્યાં છે. આ એપથી એક સમયે વધુમાં વધુ 100 લોકો એકબીજા સાથે વાત કરી શકે છે. માત્ર બિઝનેસ મિટીંગ જ નહીં,પરિવારના સભ્યો પણ કે કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે.
પ્લે સ્ટોર ઉપર બની ગઈ છે નંબર ૧
અત્યારે આ એપ ભારતમાં પ્લે સ્ટોરના ફ્રી સેક્શનની નંબર વન એપ બની ગઈ છે. તાજેતરમાં ડાઉનલોડિંગમાં ઝુમ એપે દેશમાં ટિકટોક અને વોટ્સએપ જેવી લોકપ્રિય એપ્સને પણ પાછળ છોડી દીધી છે. ભારતમાં છેલ્લા થોડા દિવસોમાં કરોડો લોકોએ ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.
૧૦૦ લોકો એક સાથે વાતચીત કરી શકે છે!
ઝૂમ એચડી મીટિંગ એપ્લિકેશન છે. આ એપથી એક સમયે વધુમાં વધુ 100 લોકો એકબીજા સાથે વાત કરી શકે છે. એપ્લિકેશન ની સૌથી મોટી વિશેષતા તેનું યુઝર ઇન્ટરફેસ છે. આ સાથે ઝૂમ એપ માં ઘણી વધુ સુવિધાઓ પણ આપવામાં આવી છે, જેને યુઝર્સ ખૂબ પસંદ કરે છે. એપ્લિકેશનના ફ્રી વર્ઝનમાં 100 લોકોને ઓડિયો કે વિડીયો કોલમાં જોડી શકાય છે. એક મિટીંગમાં 40 મિનિટ સુધી વાતચીત કરી શકાય છે. માત્ર બિઝનેસ મિટીંગ જ નહીં,પરિવારના સભ્યો પણ કે કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે.વોટસએપમાં આ પ્રકારની ચેટમાં વધુમાં વધુ ચાર લોકો કનેકટ થઇ શકે છે.
ડેટા લીકના વિવાદોમાં સપડાઈ હતી આ એપ
ઝુમ એપ લોકોને સામાજિક અંતર જાળવી એકબીજાના લાઇવ કોન્ટેકટમાં રાખવામાં ઉપયોગી સાબિત થઇ રહી છે. કેટલાક યુઝર્સ આ એપ દ્વારા બર્થડે ડે પાર્ટીનું પણ આયોજન કરી રહ્યા છે. જોકે ઝૂમ એપ્લિકેશન પણ વિવાદોમાં સપડાઇ હતી. એવા અહેવાલ આવ્યા હતા કે ઝૂમ એપનું iOS વર્ઝન ફેસબુક પર યુઝર્સનો ડેટા ટ્રાન્સમિટ કરી રહ્યું છે. જ્યારે એપ્લિકેશન ખોલવામાં આવે છે, ત્યારે તે ફેસબુકને યુઝર્સના ટાઇમ ઝોન અને શહેર વિશે માહિતી આપે છે. જો કે, આ અહેવાલ બહાર આવ્યા પછી, એપ ડેવલપ કરનાર કંપનીએ આવી માહિતી આપતા કોડને ડિલીટ કરી દીધો હતો. ડેવલપરનો દાવો છે કે હવે કોઇ ડેટા ફેસબુકને મળી રહ્યો નથી.