બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / એકસાથે 32 લોકોને કરી શકાશે Video Call, એ પણ WhatsAppથી! આવી ગયું જોરદાર ફિચર્સ

ટેક્નોલોજી / એકસાથે 32 લોકોને કરી શકાશે Video Call, એ પણ WhatsAppથી! આવી ગયું જોરદાર ફિચર્સ

Last Updated: 11:30 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં લગભગ 2.4 અબજ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

ડિઝિટલ જમાનામાં દરેક વ્યક્તિ પાસે મોબાઇલ સામાન્ય થઇ ગયો છે. સાથે જ સોશિયલ મીડિયામાં એક બીજાના સંપર્કમાં રહેવા મેસેજિંગ એપ લોકપ્રિય છે. મેસેજિંગ માટે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. વિશ્વભરમાં લગભગ 2.4 અબજ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. વોટ્સએપે તેના યુઝર્સ માટે 3 નવા ફીચર્સ લોન્ચ કર્યા છે.

ઇંસ્ટેટ મેસેજિંગ માટે વિશ્વભરમાં વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આજના સમયમાં તમને દરેક સ્માર્ટફોનમાં વોટ્સએપ એપ્લીકેશન ચોક્કસપણે જોવા મળશે. માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ હવે ફીચર ફોનમાં પણ વોટ્સએપ એપ્લિકેશન આપવામાં આવી રહી છે. વિશ્વભરમાં 2.4 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. યુજર્સ કંટાળે નહી એટલા માટે કંપની તેમાં નવા અપડેટ્સ અને સુવિધાઓ લાવતી રહે છે.

વોટ્સએપે યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે પ્લેટફોર્મમાં કેટલાક મોટા અપડેટ કર્યા છે. નવા અપડેટ પછી તમને ઓડિયો અને વિડિયો બંને વિભાગોમાં નવો અનુભવ મળશે. વોટ્સએપે એકસાથે પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે. આ તમામ ફીચર્સ ડેસ્કટોપ તેમજ મોબાઈલ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. ચાલો તમને આ વિશે વિગતવાર જણાવીએ.

Website_Ad_1200_1200_color_option.width-800

ઑડિયો કૉલ સાથે સ્ક્રીન શેરિંગ

હવે તમને વોટ્સએપમાં ઓડિયો કોલ દરમિયાન એક નવો અનુભવ મળવા જઈ રહ્યો છે. હવે તમે ઓડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેર કરી શકશો. ખાસ વાત એ છે કે હવે સ્ક્રીન શેરિંગની સાથે ઓડિયો પણ શેર કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર સ્ક્રીન શેરિંગનો વિકલ્પ ઉપલબ્ધ હતો.

વીડિયો કોલમાં 32ને જોડી શકશો

વોટ્સએપે તેના કરોડો વપરાશકર્તાઓને વધુ સહભાગીઓનો વિકલ્પ આપ્યો છે. કંપનીએ વીડિયો કૉલમાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો કર્યો છે. હવે તમે વીડિયો કૉલ દરમિયાન એકસાથે 32 લોકોને ઉમેરી શકો છો. મતલબ કે હવે તમે વીડિયો કોલ દ્વારા એક સાથે અનેક લોકો સાથે કનેક્ટ થઈ શકશો. તમને જણાવી દઈએ કે પહેલા તમે મોબાઈલ પર વીડિયો કોલમાં માત્ર 8 લોકોને એડ કરી શકતા હતા.

વધુ વાંચોઃ એકથી વધારે PF એકાઉન્ટ કેવી રીતે મર્જ કરાશે? ફોલો કરો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સ્પીકર સ્પોટલાઇટ

વોટ્સએપે તેના યુઝર્સને એક નવું સ્પીકર સ્પોટલાઇટ ફીચર આપ્યું છે. વોટ્સએપનું આ ફીચર ખૂબ જ આકર્ષક છે. વોટ્સએપ ઓડિયો કોલ દરમિયાન જ્યારે બેથી વધુ લોકો જોડાયેલા હોય અને અન્ય કોઈ વાત કરી રહ્યું હતું, ત્યારે ખબર પડતી ન હતી કે કોણ બોલી રહ્યું છે, પરંતુ હવે એવું નથી. વોટ્સએપના સ્પોટલાઈટ ફીચરે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. હવે જ્યારે ઘણા લોકો એકસાથે ઓડિયો કોલ દ્વારા કનેક્ટ થશે અને કોઈ વાત કરશે તો તેનું સ્પીકર હાઈલાઈટ થશે. આ એ જ રીતે કામ કરશે કે જ્યારે કોઈ ઝૂમ કૉલ દરમિયાન બોલે છે, ત્યારે તે વ્યક્તિના આઇકન પર સ્પીકર વાઇબ્રેશન્સ દેખાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

WHATSAPP FEATURES Tech news gujarati Video Calling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ