બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:44 AM, 23 July 2024
સાયલન્ટ એટેકને કારણે લોકોના જીવ ગુમાવવાનો સિલસિલો અટકી રહ્યો નથી. તાજેતરનો મામલો મહારાષ્ટ્રના સંભાજી નગરથી સામે આવ્યો છે, જ્યાં ઝુમ્બા ક્લાસ દરમિયાન એક યુવક અચાનક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ADVERTISEMENT
આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવકને સાયલન્ટ હાર્ટ એટેક આવ્યો હતો. ઘટના સમયે હાજર અન્ય લોકો યુવકની મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૃતક વ્યક્તિનું નામ સિમરન મોટર્સના માલિક કવલજીત સિંહ બગ્ગા છે.
ADVERTISEMENT
#SambhajiNagar Businessman dies of #HeartAttack while exercising in gymhttps://t.co/51PvDM3isr https://t.co/voOxBAHrqj pic.twitter.com/FbYjt2emB6
— Dee (@DeeEternalOpt) July 21, 2024
વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ લોકો બે લાઈનમાં ઉભા છે અને તેઓ બધા ઝુમ્બા કસરત કરી રહ્યા છે. આ સમય દરમિયાન, બીજી લાઇનના છેડે ઊભેલા બિઝનેસમેન થોડી અસ્વસ્થતા અનુભવે છે અને અચાનક સાઇડમાં ઊભી જાય છે. આ સમય દરમિયાન ની સાથે કસરત કરી રહેલા લોકોને આ વિશે ખ્યાલ પણ નહતો.
ADVERTISEMENT
એ બાદ અચાનક તે નીચે પડી જાય છે અને તેને પડતો જોઈને ત્યાં હાજર અન્ય લોકો તેની મદદ કરવા દોડે છે, પરંતુ કવલજીત સિંહનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ તેના પરિવારમાં શોકનો માહોલ છે.
ADVERTISEMENT
ડોકટરોનું કહેવું છે કે માત્ર જીમમાં જતી વખતે, મેદાનની રમત રમતી વખતે જ નહીં પરંતુ ડાન્સ કરતી વખતે પણ અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે. હૃદય રોગના વધતા કેસોના ઘણા કારણો છે, જેમાંથી એક છે આજની લાઈફસ્ટાઈલમાં બદલાવના કારણે લોહી ગંઠાઈ જવાની સમસ્યા વધી ગઈ છે. પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના વિશે કોઈ ખ્યાલ હોતો નથી. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ અચાનક ખૂબ દોડવા લાગે છે અથવા સખત મહેનત કરે છે, તેને અચાનક હાર્ટ એટેક આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.