બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO Beggars our land don't speak Hindi Karnataka rickshaw driver video goes viral sparks controversy

વિવાદ / VIDEO: ભીખારીઓ, આ અમારી ભૂમિ છે, હિન્દી નહીં બોલું...: કર્ણાટકના રિક્ષા ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ, ભડક્યો વિવાદ

Pravin Joshi

Last Updated: 02:38 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ઓટો ડ્રાઈવર અને મુસાફરો વચ્ચેની લડાઈનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડ્રાઈવર મુસાફરો સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ઓટો ડ્રાઈવર અને મહિલા પેસેન્જર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. ઓટો ચાલક મુસાફરો સાથે અસભ્યતાથી વાત કરી રહ્યો છે અને તેમને કન્નડ બોલવાનું કહી રહ્યો છે. સાથે જ તે મુસાફરોને એમ પણ કહે છે કે "આ અમારી જમીન છે, મારે હિન્દી શું કામ બોલવી જોઈએ? આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 

 

હકિકતમાં જ્યારે ઓટો ડ્રાઈવરે મુસાફરોને કન્નડમાં બોલવાનું કહ્યું ત્યારે એક પેસેન્જરે કહ્યું, ના, અમે કન્નડમાં વાત નહીં કરીએ. અમે કન્નડમાં કેમ વાત કરીએ ? ડ્રાઇવર અને મુસાફરો વચ્ચે દલીલ થાય છે અને ડ્રાઇવરે મુસાફરોને તેની ઓટોમાંથી નીચે ઉતરવાનું કહી દે છે. એટલું જ નહીં ડ્રાઈવર ગુસ્સામાં કહેવા લાગે છે કે, આ કર્ણાટક છે અને તમારે કન્નડમાં જ બોલવું પડશે. તમે લોકો ઉત્તર ભારતીય ભિખારી છો. આ અમારી જમીન છે તમારી નથી. હું હિન્દીમાં કેમ વાત કરું? 

મારે હિન્દીમાં શું કામ બોલવું જોઈએ?

હાલમાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો વાયરલ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કેટલાક લોકો ઓટો ડ્રાઈવને ઘમંડી ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે બંનેએ એકબીજાની પ્રાદેશિક ભાષાઓનું સન્માન કરવું જોઈએ. એક ટ્વિટર યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે. લખ્યું છે કે, બંને ખૂબ સારી અંગ્રેજી બોલે છે. તો પછી વિવાદ શા માટે ? જો બધા પ્રાદેશિક ભાષાઓમાં અનુકૂળ ન હોય તો તેમણે અંગ્રેજી જેવી સામાન્ય ભાષા શીખવી જોઈએ. વાયરલ વીડિયો કેટલાક અન્ય યુઝર્સે ઓટો ડ્રાઈવરના ઘમંડ પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાકે સ્થાનિક ભાષાને માન ન આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. વીડિયો કર્ણાટકની રાજધાની બેંગ્લોરનો જણાવવામાં આવી રહ્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka auto driver VIDEO viral video ऑटो ड्राइवर वीडियो कन्नड़ भाषा कर्नाटक कर्नाटक वायरल वीडियो हिंदी भाषा Auto Driver Viral Video:
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ