બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / વીડિયોઝ / Cricket / VIDEO: બાબરને ચઢ્યો પાવર, ચાહકોને કહ્યું દૂર રહો અહિયાંથી, બોડીગાર્ડે ગુસ્સે ભરાયો

ક્રિકેટ / VIDEO: બાબરને ચઢ્યો પાવર, ચાહકોને કહ્યું દૂર રહો અહિયાંથી, બોડીગાર્ડે ગુસ્સે ભરાયો

Last Updated: 06:23 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને ત્રીજી T20 મેચમાં સિરીઝ બચાવવાની છે, પરંતુ આ મેચ પહેલા તેનો કેપ્ટન એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં ટીમ ચાર T20 મેચોની શ્રેણી રમવામાં વ્યસ્ત છે. પાકિસ્તાની ટીમની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને બીજી મેચ હારી ગઈ હતી. હવે પાકિસ્તાને ત્રીજી T20 મેચમાં સિરીઝ બચાવવાની છે, પરંતુ આ મેચ પહેલા તેનો કેપ્ટન એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે.

પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ એક નવા વિવાદમાં ફસાયા છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 પહેલા બાબર આઝમ કાર્ડિફમાં ફેન્સથી ઘેરાઈ ગયો હતો, જે બાદ પાકિસ્તાની કેપ્ટન તેના પર ગુસ્સે થઈ ગયો હતો. બાબર આઝમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાબર આઝમ કાર્ડિફના એક ચોક પર ઊભો હતો. તે કોઈની રાહ જોઈ રહ્યો હતો. આ પછી તેના ચાહકોએ તેને ઓળખી લીધો અને પછી બાબરને ઘેરી લેવામાં આવ્યો. ચાહકોને આ રીતે જોઈને પાકિસ્તાની કેપ્ટન ચિડાઈ ગયો અને ગુસ્સામાં તેમને પાછળ હટી જવા કહ્યું. બાબરને ગુસ્સે થતો જોઈને તેનો બોડીગાર્ડ પણ ગુસ્સે થઈ ગયો હતો. અને ચાહકો સાથે ગેરવર્તણુક કર્યુ હતું.

આ પછી બહાર નીકળતી વખતે બાબર આઝમે ચાહકોને કંઈક કહ્યું જેનાથી તેઓ નાખુશ દેખાયા. બાબર આઝમનો આ વીડિયો જોયા બાદ ચાહકો તેના પર નારાજ છે. જોકે ઘણા ચાહકો બાબરનો બચાવ પણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ક્રિકેટરોનું પણ અંગત જીવન હોય છે અને તેમને પરેશાન ન થવું જોઈએ.

બાબરની કસોટી

બાબર આઝમની કઠિન કસોટી થવા જઈ રહી છે. પાકિસ્તાને કાર્ડિફમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 રમવાની છે. પાકિસ્તાની ટીમ બીજી ટી20 હારી ચૂકી છે અને કાર્ડિફ ટી20માં હારનો અર્થ એ થશે કે શ્રેણી તેના હાથમાંથી સરકી જશે. અર્થા પાકિસ્તાની ટીમ માટે કાર્ડિફમાં કોઈપણ કિંમતે જીતવું જરૂરી છે. જેની શક્યતા મુશ્કેલ જણાઈ રહી છે.

શું પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બચાવી શકશે?

ઈંગ્લેન્ડે પહેલી T20માં પાકિસ્તાનને એકતરફી રીતે 23 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 183 રન બનાવ્યા અને જવાબમાં પાકિસ્તાની બેટિંગ નિષ્ફળ ગઈ. પાકિસ્તાનની ટીમ માત્ર 160 રન બનાવી શકી હતી. બાબર આઝમે તે મેચમાં 26 બોલમાં માત્ર 32 રનની ઇનિંગ રમી હતી અને ફરી એકવાર તે ખૂબ જ ઓછી સ્ટ્રાઇક રેટ સાથે રમ્યો હતો જે તેની ટીકાનું સૌથી મોટું કારણ છે. હવે જોવાનું એ રહે છે કે કાર્ડિફ T20માં પાકિસ્તાની કેપ્ટન ઈંગ્લેન્ડ સામે શું કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

ક્રિકેટર બાબર આઝમ VIDEO Cricketer Babar Azam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ