બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VIDEO: ભારતમાં આ જગ્યા પર આવેલ છે ઝાડના મૂળથી બનેલ અદ્ભુત પુલ

અજબ ગજબ / VIDEO: ભારતમાં આ જગ્યા પર આવેલ છે ઝાડના મૂળથી બનેલ અદ્ભુત પુલ

Last Updated: 11:36 AM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ઘણા પુલ જોયા હશે પણ શું તમે ક્યારેય વૃક્ષોના મૂળથી બનેલો પુલ જોયો છે? આ અજુગતો પુલ આપણા ભારતમાં આવેલો છે પણ પ્રશ્ન એ છે કે આ પુલ ક્યાં છે આવેલો છે, કોને અને કેવી રીતે બનાવ્યો છે?

ભારતમાં એક એવો પુલ છે જે એટલો અદ્ભુત છે કે તેને જોઈને લોકો દંગ રહી જાય છે અને દુનિયાના મોટા પુલો પણ તેની સુંદરતા સામે ફિક્કા લાગે છે. હવે પ્રશ્ન એ થાય કે આવું તો શું ખાસ છે આ પુલમાં તો આ પુલની ખાસ વાત એ છે કે તેને બનાવવા સ્ટીલ અને સિમેન્ટની જરૂર નથી પણ આ પુલ ઝાડના મૂળથી બનેલો છે અને તેને લિવિંગ રુટ બ્રિજ કહેવામાં આવે છે.

આ પુલ મેઘાલયમાં આવેલો છે અને આજે પણ એટલો જ મજબૂત છે જેટલો તે બાંધવામાં આવ્યો ત્યારે હતો. રિપોર્ટ્સ અનુસાર આ બ્રિજ 180 વર્ષથી વધુ જૂનો છે અને તેને વૃક્ષોના મૂળને દોરાની જેમ વણીને બનાવવામાં આવ્યો છે. મેઘાલયમાં ખાસી અને જૈનતિયા જાતિના લોકો રહે છે અને આ જનજાતિના લોકો ઝાડના મૂળને વીણીને પુલ બનાવવાની કળા ધરાવે છે. સ્થાનિક ભાષામાં તેને જિંગાકીંગ જરી કહેવામાં આવે છે. આ પુલ મેઘાલયના ગાઢ જંગલોમાંથી પસાર થતી નદી પર બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજની ખાસિયત એ છે કે આ બ્રિજ પર 50 લોકો આરામથી ચાલી શકે છે.

હવે સિમેન્ટના પુલ સમયની સાથે નબળા પડે છે પરંતુ સમયની સાથે આ આ લિવિંગ રુટ બ્રિજ વધુ મજબૂત બને છે. કહેવાય છે કે એકવાર પુલ બની ગયા પછી તે 500 વર્ષ સુધી ચાલે છે અને ખાસ વાત એ છે કે આ પુલોની જાળવણી જાતે કુદરત જ કરે છે. જેમ જેમ સમયની સાથે પુલના મૂળિયા વધતા રહે છે તેમ પુલની મજબૂતાઈ પણ વધતી રહે છે.

વધુ વાંચો: દુનિયાની સૌથી મોંઘી કેરી, એક કિલોની કિંમત એટલી કે સાંભળીને ભલભલાને ચક્કર આવી જશે

આ લિવિંગ રુટ બ્રિજ રબરના ઝાડના મૂળમાંથી બનાવવામાં આવ્યા છે. જેને ફિકસ ઈલાસ્ટિકા ટ્રી કહે છે. આજે આ લિવિંગ રુટ બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને યુનેસ્કો દ્વારા આ પુલને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પણ માનવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Meghalaya Ajab Gajab Living Root Bridge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ