બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO 9 fielders put in the slips and the whole field is empty know about the interesting match

આ શું 'રમત' છે! / VIDEO: મેદાન આખું ખાલી, સ્લીપમાં લગાવી દીધા 9 ફિલ્ડર! રોમાંચક મેચ બની ચર્ચાનો વિષય, જાણો કેમ

Last Updated: 01:38 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત ક્રિકેટના મેદાન પર એવા વિચિત્ર બનાવ પણ બને છે જે હેડલાઇન્સ બનાવી જાય છે. આજે અમે તમે આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • એમ મેચનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થયો 
  • બોલરે આઉટ ઓફ ધ બોક્સ ફિલ્ડ સેટ કર્યું 
  • આઉટફિલ્ડમાં કોઈ ખેલાડી દેખાતું ન હતું.

ક્રિકેટ એક એવી રમત છે જેની ફેન ફોલોઇંગ ઘણી વધુ છે અને આ રમતમાં ઘણી એવી ક્ષણ આવે જ્યારે આંખો પર વિશ્વાસ મૂકવો અઘરો પડી જય છે. શાનદાર કેચ, એક્રોબેટિક ફિલ્ડિંગથી લઈને ક્રેકીંગ શોટ્સ અને અદભૂત બોલિંગ સુધી, મેચ દરમિયાન ઘણી વસ્તુઓ એવી બને છે જે દરેકને અચંબિત કરી જાય છે. આ બધા ઉપરાંત ઘણી વખત મેદાન પર એવા વિચિત્ર બનાવ પણ બને છે જે હેડલાઇન્સ બનાવી જાય છે. આજે અમે તમે આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

આઉટ ઓફ ધ બોક્સ ફિલ્ડ સેટ કર્યું 
આવી જ એક વિચિત્ર ઘટના યુરોપિયન ક્રિકેટ લીગની મેચ દરમિયાન બની હતી. રોમાનિયા અને નોર્વે વચ્ચેની મેચ ચાલી રહી હતી અને એક સમય એવો આવ્યો જ્યારે નોર્વેની ટીમ દ્વારા આઉટ ઓફ ધ બોક્સ ફિલ્ડ સેટ કરવામાં આવ્યું હતું.અને તેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. રોમાનિયાની ઇનિંગ્સ દરમિયાન નોર્વેના એક બોલરે નવ ખેલાડીઓને સ્લિપ ફિલ્ડરની સ્થિતિમાં ઉભા રાખ્યા હતા અને આઉટફિલ્ડમાં કોઈ ખેલાડી દેખાતું ન હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fox Cricket (@foxcricket)

વિડીયો થયો વાયરલ 
6 ઓક્ટોબરના રોજ યુરોપિયન ક્રિકેટ ચેમ્પિયનશિપના ગ્રુપ ડીની 18મી મેચમાં નોર્વેએ રોમાનિયાને 43 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પેહલા બેટિંગ કરતા નોર્વેએ 10 ઓવરમાં 8 વિકેટના નુંકશાને 97 રન બનાવ્યા હતા આપણ તેની સામે રોમાનિયા 7 વિકેટના નુકસાને 54 રન જ બનાવી શક્યું હતું. નોર્વેની ટીમ દ્વારા શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ જોવા મળી હતી. આ સાથે જ નોર્વે તરફથી ઓલરાઉન્ડર રઝા ઈકબાલે સૌથી વધુ રન બનાવ્યા હતા અને બોલિંગ કરીને સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Match European Cricket League Video viral Video viral
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ