બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: 30 બોલમાં 30 રન! અને વિકેટ પાછળ ઉભેલા પંતે ચાલી ચાલ, રોહિતે સંભળાવ્યો વર્લ્ડ કપ ફાઇનલનો કિસ્સો
Last Updated: 05:00 PM, 6 October 2024
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 ની રોમાંચક ફાઈનલ મેચ હજુ પણ ચાહકોને યાદ છે. કારણ કે સૂર્યકુમાર યાદવનો અદભૂત કેચ, ડેથ ઓવરોમાં બોલરોનું વર્ચસ્વ અને વિરાટ કોહલીની અડધી સદી જેવી મહત્ત્વની ક્ષણોએ ભારતને ટાઇટલ જીતવામાં મદદ કરી. જો કે કપિલ શર્માના કોમેડી શોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વધારાનું ઓછું જાણીતું પરિબળ જાહેર કર્યું, તેણે રિષભ પંતનુ ચતુરાઇનો એક કિસ્સો સંભળાવ્યો છે.
ADVERTISEMENT
— ' (@45Hitmania) October 5, 2024
આ વર્ષની શરૂઆતમાં ટી20 વર્ડ કપ રમાયો હતો જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની રોમાંચક મેચએ સૌના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. ધ ગ્રેટ ઇંડિયાન કપિલ શોના બીજી સીઝન ચાલુ છે તેના ત્રણ એપીસોડ નેટફિક્સ પર પ્રસારિત થયા છે. આ સિઝનના ત્રીજા એપિસોડમાં ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, અક્ષય પટેલ અને અર્શદીપસિંહ નજર આવ્યા હતા.
ADVERTISEMENT
આ દરમિયાન ખેલાડીઓએ ટી 20 વર્ડકપ 2024 ફાઇનલ મેચ સાથે જોડાયેલી યાદો તાજા કરી હતી. કપ્તાન રોહિત શર્માએ એ બનાવને યાદ કર્યો જ્યારે રિષભ પંતએ માઇંડગેમથી ફાઇનલમાં આખી બાજી પલટી હતી. રોહિતે કહ્યુ કોઇને આ ખબર ન હતી, જ્યારે 30 બોલમાં 30 રન જોવતા હતા તો તેના પહેલા એક નાનો બ્રેક થઇ ગયો હતો. અમારા રિષભ પંતએ દિમાગ લગાવી એ ગેમને રોકી દીધી, તેના ઘુંટણમાં પાટો બંધાવ્યો. રોહિતે આગળ કહ્યુ તેણે રમતને સ્લોડાઉન કરી દીધી કેમ કે ગેમ તેજીથી ચાલી રહી હતી. ઉસ સમય બેસ્ટમેટ વિચારે છે કે બોલર ફટાફટ બોલ નાખે, આ મુમેન્ટને તોડવી જરૂરી હતી. પંતે ઘૂંટણની ઈજાને લઇ થોડો બ્રેક લીધો.
આ નાના વિરામે દક્ષિણ આફ્રિકાની લયમાં વિક્ષેપ પાડ્યો, તેમના બેટર્સને રાહ જોવાની ફરજ પડી, આમ તેમની એકાગ્રતા તૂટી ગઈ. રોહિતે કહ્યુ હુ ફીલ્ડ સેટ કરી રહ્યો હતો અને બોલરથી વાત કરી રહ્યો હતો. આટલામાં મે જોયુ રિષભ પંત નીચે પડેલો હોય છે. ફિઝીયો મેદાન પર તેને પાટો બાંધી રહ્યો છે. ક્લાસેન રાહ જોઇ રહ્યો છે કે મેચ ક્યારે શરૂ થશે. મને નથી લાગતુ કે તે થઇ શકે છે પરંતુ એક કારણ હોઇ શકે છે કે અમારા પંત સાહેબએ દિમાગ લગાવ્યુ અને અમારુ કામ થઇ ગયું. વિરામ બાદ, હાર્દિક પંડ્યાએ ખતરનાક ક્લાસેનને આઉટ કર્યો, જે મેચમાં નિર્ણાયક વળાંક હતો. ડેવિડ મિલરે મોડેથી ખતરો ઉભો કર્યો હોવા છતાં, છેલ્લી કેટલીક ઓવરોમાં દક્ષિણ આફ્રિકા પર દબાણ પહેલેથી જ વધી ગયું હતું. પંતના વ્યૂહાત્મક વિરામ, હાર્દિકની નિર્ણાયક વિકેટ અને ટીમના એકતાને ભારતને અંતિમ ઓવરોમાં મેચ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરી. દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતાં ભારત દબાણને સંભાળવામાં સફળ રહ્યું અને વિજયી બની.
જૂનમાં બાર્બાડોસ ખાતેની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને એક બોલમાં રનની જરૂર હતી ત્યારે ભારતની T20 વર્લ્ડ કપની જીત અસંભવિત દેખાતી હતી. પરંતુ વળાંક આવ્યો, સૂર્યકુમાર યાદવના શાનદાર કેચ અને હાર્દિક પંડ્યાના સ્પેલને કારણે અને ભારતે અંતે સાત રનથી મેચ જીતીને ટ્રોફી જીતી લીધી. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત દ્વારા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોની ગતિને તોડવાની ચતુરાઈ એ એક પરિબળ હતું જેણે રમતને દિશા આપી.
રોહિતે શોમાં જણાવ્યું હતું. "કોઈને આ ખબર નથી, ત્યાં એક નાનો બ્રેક હતો (જ્યારે SA ને 24 બોલમાં 26 રનની જરૂર હતી). ઋષભ પંત ને અપના દિમાગ લગાયા ઔર રમતને રોક દિયા કહ્યું કે તેના ઘૂંટણમાં સમસ્યા છે અને ફિઝિયો દ્વારા તેને ટેપ કરાવવાનું શરૂ કર્યું." રોહિતે કહ્યુ "તે સમયે બેસ્ટમેન ઇચ્છે છે કે બોલ ઝડપથી ફેંકવામાં આવે કારણ કે તે પ્રવાહમાં છે. અમારે લય તોડવાની જરૂર હતી. હું ફિલ્ડ સેટ કરી રહ્યો હતો, બોલર સાથે વાત કરી રહ્યો હતો અને પછી મેં પંતને જમીન પર પડેલો જોયો, ફિઝિયો ત્યાં હતો. અને ક્લાસેન ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો," રોહિતે ઉમેર્યું. "હું એમ નથી કહેતો કે તે જીતનું કારણ હતું, પરંતુ તે હોઈ શકે છે. પંતે તેના મગજનો ઉપયોગ કર્યો હતો."
આ પણ વાંચોઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ કરશે ડેબ્યૂ! જાણો સંભવિત પ્લેઈંગ-11
રોહિત સાથે શોમાં સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ દેખાયા હતા. વિરાટ કોહલીની અડધી સદીને કારણે ભારતે બોર્ડ પર 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. પ્રેશર મેચમાં પડકારજનક સ્કોરનો પીછો કરતા ક્લાસને માત્ર 27 બોલમાં 52 રન ફટકારીને દક્ષિણ આફ્રિકાને જીતની અણી પર લાવી દીધું હતું. પરંતુ પંતના ઘૂંટણમાં ટેપ થયા પછી જ્યારે રમત ફરી શરૂ થઈ, ત્યારે પંડ્યાએ ભારતને મેચમાં પાછા લાવવા માટે મહત્વની રમત બતાવી. અંતિમની ઓવરોમાં ભારતી વાપસી કરી મેચ જીતી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.